Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આવકવેરા વિભાગનો સપાટો : માયાવતીનાં પૂર્વ સચિવની 230 કરોડની 'બેનામી' સંપત્તિ જપ્ત કરી

દિલ્હી, નોયેડા, કોલકાતા અને મુંબઇમાં કુલ સ્થાવર મિલ્કત જપ્ત કરી

નવી દિલ્હી : આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીનાં વડા માયાવતીનાં સેક્રેટરી રહેલા સેવાનિવૃત્ત આઇએએસ અધિકારી નેત રામની 230 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

   સત્તાવાર સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આવકવેરા વિભાગે દિલ્હી, નોયેડા, કોલકાતા અને મુંબઇમાં કુલ સ્થાવર મિલ્કત જપ્ત કરી છે. અધિકારીએ જણાંવ્યું કે બેનામી સંપત્તિ સંપત્તિ પ્રતિબંધ વ્યવહાર કાયદાની કલમ 24 હેઠળ આઇટી વિભાગની દિલ્હી યુનિટ દ્વારા નેતરામ વિરૂદ્ધ મિલ્ક્તની જપ્તીનો અસ્થાયી આદેશ આપ્યો છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિ કોમર્શિયલ અને રેસિડેન્શીયલ બન્ને છે.

    બસપા પ્રમુખ માયાવતી જ્યારે યુપીનાં મુખ્યમંત્રી હતા ત્યારે ઉચ્ચ સ્થાન પર રહેલા અધિકારીનાં ઠેકાણા પર પહેલી વખત આ વર્ષનાં માર્ચ મહિનામાં જ દરોડા પાડ્યા હતાં. વિભાગે આ દરોડા દરમિયાન 1.64 કરોડ રૂપિયા રોકડા અને 50 લાખ રૂપિયાનાં મોબાઇલ અને પાંચ મોંઘી એસયુવી કાર જપ્ત કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગે દાવો કર્યો હતો કે આરોપી અધિકારી 300 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ સાથે જોડાયેલા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વિભાગની દિલ્લી યુનિટે બેનામી સંપત્તિ પ્રતિબંધ કાયદા હેઠળ સમગ્ર કેસની તપાસ પોતાનાં હાથમાં લઇ લીધી હતી.

(10:09 pm IST)