Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમેરિકામાં H-1B વીઝાધારકોના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર રદ કરવાનો નિર્ણય હાલની તકે મોકૂફઃ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટીએ સર્કિટ કોર્ટ સમક્ષ ૧ વર્ષની મુદત માંગી

 

વોશીંગ્ટનઃ અમેરિકાના H-1B વીઝા મેળવી સ્થાયી થતા ભારતીયો સહિત વિદેશી મૂળના જીવનસાથીને પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ આપેલો કામ કરવાનો અધિકાર પાછો ખેંચી લેવાનો નિર્ણય હાલની તકે મોકૂફ રાખવામાં આવ્યો છે.

ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટીએ સર્કિટ કોર્ટને જણાવ્યા મુજબ આ નિર્ણય હાલની તકે આગામી વસંત ઋતુ સુધી મોકૂફ રાખવાનું નક્કી કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે યુ.એસ.માં કામ કરવાના અધિકાર સાથે  ણ્-૪ વીઝા ધરાવતા વિદેશીઓના જીવનસાથીઓમાં સૌથી મોટો હિસ્સો ભારતીયોનો છે. જેની સંખ્યા ૧ લાખ જેટલી થવા જાય છે. જો ણ્-૪ વીઝા રદ થાય તો તેમનો કામ કરવાનો અધિકાર રદ થવાની સાથે નાગરિકત્વ મળવાનું પણ જોખમાય શકે છે. તેથી કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. જેના કારણે આગામી ૨૦૨૦ની સાલ સુધી તેઓનો કામ કરવાનો અધિકાર જળવાઇ શકશે.

(9:23 pm IST)