Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગોવામાં લાગ્યા ન્યૂડ પાર્ટીના પોસ્ટરો : અનલિમિટેડ સેક્સ અને દારૂની પણ ઓફર !! :ખળભળાટ :પોલીસ તપાસ શરૂ

એસપીએ કહ્યું રાજ્યમાં કોઇ ન્યૂડ પાર્ટી નહી થવા દઇએ: ગોવા મહિલા કોંગ્રેસે સીએમના હસ્તક્ષેપની કરી અપીલ

ગોવામાં મોરજિમમાં ન્યૂડ પાર્ટીના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે સોશિયલ મીડિયા પર ઉત્તરી ગોવાના મોરજિમમાં ન્યૂડ પાર્ટીને લઇને પોસ્ટર વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ  છે. પોસ્ટરમાં અનલિમિટેડ સેક્સ અને દારૂની ઓફર પણ આપવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

    અધિકારીઓએ કહ્યું કે પોસ્ટરમાં ઉત્તરી ગોવા જિલ્લાના ત્રણ રસ્તાનો ઉલ્લેખ છે જ્યાં આ પાર્ટી થવાની સંભાવના છે પરંતુ તેમાં એડ્રેસ, તારીખ અથવા કોઇ બીજુ વિવરણ આપવામાં નથી આવ્યુ. સોમવારે વાયરલ થયેલા આ પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે આ પાર્ટીમાં આશરે 15થી 20 વિદેશી અને 10થી વધુ ભારતીય યુવતીઓ ભાગ લેશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ  વાયરલ થઇ રહેલા પોસ્ટરમાં અનલિમિટેડ સેક્સ અને દારૂની ઓફર પણ આપવામાં આવી છે.

રાઇમ બ્રાંચના એસપી પંકજ કુમાર સિંહે જણાવ્યુ, ‘હજુ સુધી કોઇ ફરિયાદ દાખલ થઇ નથી પરંતુ અમે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટરમાં પાર્ટીના દિવસ અને સમય વિશે જાણકારી નથી અને માત્ર એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે. એસપીએ આગળ જણાવ્યુ, ‘જે વ્યક્તિ પાસે આ નંબર છે, અમે તેની ઓળખ કરી રહ્યાં છીએ.અમે રાજ્યમાં કોઇ ન્યૂડ પાર્ટી નહી થવા દઇએ.’

 આ વચ્ચે,ગોવા મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રતિમા કોટિન્હોએ કહ્યું કે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને પ્રવાસન મંત્રી મનોહર અજગાંવકરે નિશ્ચિત રીતે તેમાં હસ્તક્ષેપ કરવો જોઇએ અને સુનિશ્ચિત કરવુ જોઇએ કે આવી પાર્ટી ના થાય.

(9:47 pm IST)