Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સંઘ પ્રમુખ મોહન ભાગવતે 30 દેશોના 80થી વધુ વિદેશી પત્રકારો સાથે અઢી કલાક સંવાદ

અર્થવ્યવસ્થા, આરક્ષણ, કલમ 370, એનઆરસી, મોબ લિન્ચિંગ, યુનિફોર્મ સિવીલ કોડ સહિતનાં મુદ્દાઓ પર સવાલ પૂછ્યા

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે  નવી દિલ્હીમાં 30થી વધુ રાષ્ટ્રોનાં વિદેશી પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. નવી દિલ્હીનાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજીત 50થી વધુ મીડિયા સંગઠનોનાં 80થી વધુ પત્રકારો હાજર રહ્યા હતાં.

   સમાજનાં વિવિધ વર્ગો સાથે રચનાત્મક સંવાદ કરીને સંઘની કાર્યપદ્ધતિ વિશે જણાવવા માટે અને વિરોધી તરફથી ફેલાવવામાં આવતી ખોટી ધારણા માટે સંઘ દ્વારા આ પ્રયાસો કરવામાં આવ્યા હતાં. મોહન ભાગવતે અંદાજીત અઢી કલાક સુધી પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન અર્થવ્યવસ્થા, આરક્ષણ, કલમ 370, એનઆરસી, મોબ લિન્ચિંગ, યુનિફોર્મ સિવીલ કોડ સહિતનાં મુદ્દાઓ પર વિદેશી પત્રકારોએ સવાલો પુછ્યા હતાં.

  મોહન ભાગવતે વિદેશી મીડિયા પ્રતિનીધીઓ સાથે આરએસએસનાં વિઝન અને કાર્યો અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો હતો. સંઘનાં સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આ બેઠકમાં કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા મામલે સવાલ થયો તો સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે પહેલા કાશ્મીરીઓને અલગ-થલગ કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતાં. પરંતુ હવે એવું નહિ થાય. એક્તા અને અખંડતાનાં રસ્તામાં આવતી તમામ અડચણો દુર કરવામાં આવશે. તેમજ નોકરીઓ ગુમાવવાનો ડર છે, તેને દુર કરવામાં આવશે.

(8:09 pm IST)