Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બોગસ બર્થ સર્ટીફીકેટના કારણે આઝમ પરિવારની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે સમન્સ જાહેર કર્યું

ધારાસભ્ય અબ્દુલ્લા આઝકખાન સાંસદ આઝમખાન સભ્ય ડોકટર તજીન ફાત્માને બબ્બે જન્મ પ્રમાણ પત્રો અંગેના કેસમાં સમન્સ મોકલ્યા છે. કોર્ટ ત્રણેય ૩જી ઓકટોબરે હાજર રહેવા ફરમાન કયું છે.

ભાજપા લઘુ ઉદ્યોગ પ્રકોષ્ઠના ક્ષેત્રીય સંયોજક આકાશકુમાર સકસેનાએ સાંસદ  આઝમ ખાન અને તેની પત્ની પર આરોપ મુકયો હતો કે તેમણે પોતાના પુત્ર અબ્દુલ્લાના બબ્બે જન્મ પ્રમાણપત્રો બનાવડાવ્યા છે. આમાંથી એક જન્મ પ્રમાણપત્ર૨૮ જુન ૨૦૧૨ના રોજ રામપુરની નગરપાલીકા પરિષદમાંથી બનાવાયું છે. જેમાં જન્મસ્થળ રામપુર દર્શાવાયું છે.જ્યારે બીજુ જન્મ પ્રમાણપત્ર ૨૧ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ લખનૌ નગર નિગમમાંથી અપાયું છે, જેમાં જન્મસ્થળ લખનૌ દર્શાવેલું છે. બન્ને જન્મ પ્રમાણપત્રોનો ઉપયોગ ષડયંત્ર રચીને પોતાના અંગત સ્વાર્થ અને લાભ માટે કરાયો હતો.

આ બાબતે આકાશ સકસેનાએ લખર્નામાં ગૃહવિભાગના મુખ્ય સચિવને ફરીયાદ નોંધવી હતી. જેમાં તેમણે ભૂતપૂર્વ પ્રધાન આઝમ ખાન, રાજ્યસભાના સભ્ય ડોકટર તંજીન ફાતમાંઅને ધારાસભ્ય અબ્દુલ્લા ખાન વિરૂધ્ધ કેસ કરવાની માંગણી કરી હતી.

ગૃહ વિભાગના મુખ્ય સચિવે રામપુરના પોલીસ અધિક્ષકને તાત્કાલીક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પોલીસ અધિક્ષકે સંપૂર્ણ તપાસ કરીને ૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આઝમ ખાન, તંજીત તપાસમાં માહિતી સાચી હોવાથી જણાયા પછી પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.

કોર્ટ ૧૯ સપ્ટેમ્બરે કેસની સુનાવણી કરીને ત્રણે સામે સમન્સ જારી કર્યા કોર્ટ ત્રણે ને ત્રણ ઓકટોબરે રજુ થવાનો આદેશ આપ્યો છે.

(3:26 pm IST)