Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કોંગ્રેસના મિલીન્દ દેઓરાએ મોદીના હ્યુસ્ટન કાર્યક્રમને વખાણ્યોઃ પીએમ મોદીએ આભાર માનતું વળતું ટવીટ કર્યુ

મુંબઇ, તા., ર૪: કોંગ્રેસના મિલીન્દ દેઓરાએ મોદીના હ્યુસન કાર્યક્રમના વખાણ કર્યા હતા જેના વળતા પ્રતિભાવ રૂપે વડાપ્રધાન મોદીએ મિલીન્દનો ટવીટ કરી આભાર માનતા રાજકીય ક્ષિતીજ ઉપર સૌના ભવા ખેંચાયા છે. અગાઉ મિલીન્દ દેઓરાએ ટવીટ કરી આર્ટીકલ-૩૭૦ ના મુદ્દે કેન્દ્ર સરકારને ટેકો આપ્યો હતો. મુંબઇના પુર્વ કોંગ્રેસ પ્રમુખ અને સાઉથ મુંબઇના પુર્વ સાંસદ મિલીન્દ દેઓરાએ તાજેતરની હ્યુસ્ટન જાત્રાને વખાણી હતી.  મિલીન્દે કહયું કે 'વડાપ્રધાન મોદીનું હ્યુસ્ટનમાં સંબોધન સોફટ પાવર ડીપ્લોમસી  રૂપ છે, મારા પિતા મુરલી દેઓરા ભારત-અમેરિકાના સંબંધો ગાઢ બનાવનાર એક મહત્વના શિલ્પી હતા, ડોનાલ્ઢ ટ્રમ્પની આગતા-સ્વાગતા અને ભારતીય અમેરિકનો પરત્વેની કૃતજ્ઞતા આપણા માટે ગૌરવ રૂપ ગણાય ' તેવું ટવીટ કર્યુ હતું જેના વળતા જવાબમાં મોદીએ સોમવારે ટવીટ કરી આભાર વ્યકત કરતા સંદેશામાં જણાવ્યું હતું કે તમે એકદમ સાચા છો અને મારા સ્વર્ગવાસી મિત્ર મુરલી દેઓરાજીના યુએસ સાથેના સંબંધો ગાઢ બનાવવાની નીતીને યાદ કરી તે વાસ્તવિક વાત છે.

(3:26 pm IST)