Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પાકિસ્તાને આપી હતી અલકાયદાને ટ્રેનિંગ

ઇમરાન ખાને કાન પકડયા!!

આતંકવાદ બાબતે પાકિસ્તાન હંમેશા ચકચારમાં રહ્યું છે. તે ઘણાં સમયથી પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદીઓને શરણ આપવા માટે કરતું રહ્યું છે. જો કે એ અલગ વાત છે કે તેણે કયારેય આનો સ્વીકાર નથી કર્યો. પણ એક વર્ષ પહેલા દેશમાં સત્તા પર આવેલા ઇમરાન ખાન ઘણીવાર આ વાત સ્વીકારી ચૂકયા છે કે તેમના દેશે પોતાની જમીન પર આતંકવાદને પાળવા પોષણ ઉપરાંત ઘણાં આતંકવાદી સંગઠનોના આતંકવાદીઓને ટ્રેનિંગ પણ આપી છે.

સોમવારે ફરી એકવાર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને વિદેશ સંબંધોની પરિષદ (સીએફઆર) માં સ્વીકાર કર્યો હતો કે ૯/૧૧ના આતંકવાદી હુમલા પછી પાકિસ્તાને અમેરિકા પર વિશ્વાસ મુકયો, તેને મદદ કરી પણ એ પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ સાબિત થઇ. તેના લીધે પાકિસ્તાનની અર્થ વ્યવસ્થાને ર૦૦ બિલીયન ડોલરનું નુકસાન થયું છે.

જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાને અમેરીકાને કરેલી આજીજી કામ નથી આવી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને પોતાનું મિત્ર ગણાવ્યું. આજ કારણથી ખાને કહ્યું કે તે આંતર રાષ્ટ્રીય સમુદાય પાસે આશા રાખે છે કે તે ભારતને કાશ્મીરમાં લગાવાયેલ કર્ફયુ હટાવવા માટે કહેશે.

(3:26 pm IST)