Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વિધાનસભા ચૂંટણી જંગ

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે ભારે ખેંચતાણ : ભારત- પાક ભાગલાથી પણ ભયંકર છે. '૨૮૮'ની વહેંચણી

૧૫૦-૧૨૦ની ફોર્મ્યુલા પર સહમતી થાય તેવી શકયતા

મુંબઇ,તા.૨૪:મહારાષ્ટ્રમા ચુંટણીની તારીખ જાહેર થયા બાદ હવે સીટોની વહેંચણીની લઈને ધમાસાન શરૂ થયુ છે. ભાજપ અને શિવસેના વચ્ચે નિવેદન ફરી ચરમસીમા પર છે. આ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે સીટની વહેંચણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રમા બેઠકની વહેંચણી ભારત-પાકિસ્તાનથી પણ ભયંકર છે. શિવસેના મહારાષ્ટ્રમા અડધાથી વધારે બેઠકો પર ઉમેદવાર ઉતારવાને લઈને અડી છે. તેની પર કરેલા એક સવાલના જવાબમાં સંજય રાઉતે જણાવ્યું કે આટલું મોટું મહારાષ્ટ્ર છે જેમાં ૨૮૮ બેઠકોની વહેંચણી ભારત પાકિસ્તાનના ભાગલાથી પણ ભયંકર છે. જો અમે સરકારમા રહેવાના બદલે વિપક્ષમા હોત તો સ્થિતિ અલગ જ હોત. બેઠક વહેંચણી પર જે પણ નિર્ણય થશે તે અમે બતાડીશું. મહારાષ્ટ્રમા વિધાનસભા ચુંટણીને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ગમે ત્યારે સમજુતી થઈ શકે છે. જો કે શિવસેના ૨૮૮ માંથી બરાબર બેઠક પર ચુંટણી લડવાની ઈચ્છા ધરાવે છે, જયારે ભાજપ ઓછી બેઠકો આપવાની ફિરાકમા છે. જેના પગલે બંને પક્ષો વચ્ચે હાલ તણાવની સ્થિતિ છે. તેમજ હાલ બેઠકોની વહેંચણીને લઈને કોઈ નિર્ણય પર પહોંચી શકયા નથી. પરંતુ મોટા ભાગે અમુક મુદ્દાઓ પર તેમની સહમતી થઈ ચુકી છે. જેના પગલે આ અઠવાડિયાના અંત સુધીમા બેઠકોના વહેંચણીનો નિર્ણય લેવામા આવી શકે છે.

(3:18 pm IST)