Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

થોમસ કૂકને તાળા લાગવા પાછળ'બ્રેકઝીટ' પણ મોટું કારણઃ ખોટુ મેનેજમેન્ટ અને ઓનલાઇન હરીફ કંપનીઓ પણ જવાબદાર

દુનિયાની સૌથી મોટી ટ્રાવેલ કંપનીઓમાં સામેલ થોમસકુક રવિવારે રાત્રે બંધ થઇ ગઇ. ૧૭૮ વર્ષ જુની આ બ્રિટીશ ટુર ઓપરેટર કંપની ઘણા સમયથી આર્થિક સંકટો સામે લડી રહી હતી. મીસ મેનેજમેન્ટ અને ઓનલાઇન હરિફોઓ સાથે હરીફાઇમાં પાછળ રહી જવાના કારણે કંપનીને તાળુ લાગી ગયું હતું.

વિશ્લેષકોનું કહેવું  છે કે આના માટેના ઘણા કારણોમાં એક બ્રેકઝીટ પણ હતું કંપનીએ પણ પહેલાજ કહી દીધુ હતું કે બ્રેકઝીટ મામલાના કારણે બુકીંગ ઘટી રહ્યું છે. અને કંપનીનું દેવું વધી રહ્યું છે. કંપનીને નાદાર થવાની બચવા માટે ૨૦ કરોડ પાઉન્ડની જરૂર હતી. વર્જીનગ્રુપના સંસ્થાપક રિચર્ડ બ્રેન્સને એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે ૨૦૧૬ના બ્રેકઝીટ પોલના કારણે પહેલાથી જ ેદેવામાં ડુબેલી આ કંપની પર દબાણ વધી ગયું હતું.

કંપની બંધ થવાથી લોકોની નોકરી જતી રહી છે. કંપનીએ એક બયાનમાં કહ્યું ' કંપનીને બંધ કરવા સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી.'

(1:19 pm IST)