Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિકાસ માટે મોટુ પગલુ

લોકોના સ્વાસ્થ્ય માટે કેન્દ્રની પહેલઃ લેહમાં મેડીકલ કોલેજ શરૂ કરાશેઃ શ્રીનગરમાં સ્વાસ્થ્ય કેન્દ્રને ૩.૫ કરોડની સહાય

નવી દિલ્હીઃ કેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર થતાની સાથે લડાખની તસ્વીર બદલવાની શરૂ થઇ ગઇ છે. મોદી સરકારે લેહમાં મેડીકલ કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે. જેના ડીપીઆર અને ટેકનીકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હેલ્થ સર્વીસીઝને મજબુત કરવા માટે ૩.૫ કરોડનું ફંડ અપાયું છે. આ ફંડનો ઉપયોગ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં સેવાઓ વધારવા માટે કરાશે

(1:17 pm IST)