Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટની અતિઆધુનિક સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા બીજી ઓક્ટોબરે રાજકોટ આવી રહેલા નરેન્દ્રભાઈ મોદી, એમ્સનું ખાતમુર્હત કરશે અને કબા ગાંધીનાં ડેલા ની મુલાકાત લેશે : રાજકોટ કોર્પોરેશનના ભાજપના શાસકો સામે અતિ ગંભીર આક્ષેપ, કચરાના ખાનગી કોન્ટ્રેક્ટમાં ૧૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસના ડો. હેમાંગ વસાવડાનો સનસનાટીભર્યો આક્ષેપ : સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની બનવાની ચેતવણી, કચ્છમાં એનડીઆરએફની ટીમ તેનાત બંદરો ઉપર બોટોના ખડકલા, ત્રણ નંબરનું સિગ્નલ યથાવત : ચોમાસુ પાછું ખેંચાવાના કોઇ એંધાણ નથી, ત્યારે એક વર્તારા મુજબ ઓક્ટોબરના પ્રારંભે અથવા સપ્ટેમ્બરના એન્ડમાં રાજસ્થાનથી ચોમાસુ પાછું ખેંચવાનું શરૂ થશે : આજથી ત્રણ દિવસ રાજકોટ વડોદરા સુરત મુંબઈ નાસિક સહિતના સેન્ટરોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાંની આગાહી : હિમાલયમાં સિઝનની પહેલી બરફ વર્ષા : અફઘાનિસ્તાનમાં લગ્ન સ્થળે લશ્કરે ભૂલથી બોમ ઝીકતા ચાલીસ જાનૈયાઓના મૃત્યુ : આજે ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા

(12:46 pm IST)