Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હરિયાણામાં ડોકટરો દરદીને એમઆરઆઇ મશીનમાં મૂકીને બહાર કાઢવાનું ભૂલી ગયા!

ચંડીગઢ તા. ર૪: હરિયાણા પંચકૂલા સેકટર-૬ની જનરલ હોસ્પિટલમાં ચાલી રહેલા એમઆરઆઇ એન્ડ સીટી સ્કેન સેન્ટરમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. બાવીસમી સપ્ટેમ્બરે સાંજે પ૯ વર્ષના વૃદ્ધ રામમેહર જયારે પોતાનું ચેકઅપ કરાવવા હોસ્પિટલ ગયા તો ડોકટરોએ તેમને સ્કેનિંગ કરાવવા એમઆરઆઇ મશીનમાં મોકલ્યા, પરંતુ બહાર કાઢવાનું જ ભૂલી ગયા.

પોલીસે વૃદ્ધના કહ્યા પ્રમાણે ફરિયાદ નોંધી કે તેમણે બહાર નીકળવા માટે ખૂબ જોર અજમાવ્યું, પરંતુ બેલ્ટથી બાંધેલા હોવાથી તેઓ મશીનમાંથી બહાર ન નીકળી શકયા. જયારે મશીનની અંદર શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું એટલે રામમેહરને લાગ્યું કે તેઓ બહાર નીકળશે નહીં તો તેમનું શ્વાસ રૃંધાવાથી મોત થશે એટલે તેમણે છેલ્લી વખત એવું જોર લગાવ્યું અને બેલ્ટ ખૂલી ગયો.

રામમેહરે સરકારી કર્મચારીઓની ગંભીર બેદરકારીની ફરિયાદ હરિયાણાના ડો. સૂરજભાણ કમ્બોજ, સેકટર-પ પોલીસ સ્ટેશનમાં કરી છે, જેમાં તેમણે એમ લખ્યું કે જો હું ૩૦ સેકન્ડમાં બહાર આવી ન શકયઇો હોત તો મારૃં મોત નકકી હતું.

હોસ્પિટલ-મેનેજમેન્ટનું કહેવું છે કે ટેકિનશ્યને જ દરદીને બહાર કાઢયો. જોકે સીસીટીવી કેમેરા ફુટેજ ચેક થઇ રહ્યાં છે. સેન્ટર-ઇન્ચાર્જ અમિત ખોખરે કહ્યું કે મેં ટેકિનશ્યન સાથે વાત કરી છે, પેશન્ટનું ર૦ મિનિટ સ્કેન હતું. ટેકિનશ્યને છેલ્લી ૩ મિનિટની સીકવન્સ લેવાની હતી, પણ છેલ્લી બે મિનિટ રહી ગઇ હતી. દરદીને પેનિક ક્રીએટ થયું અને તેઓ હલવા લાગ્યા હતા. તેમને હલવા માટે ના પાડી હતી, પણ એ દરમ્યાન ટેકનિશ્યને જોયું કે દરદી અડધા બહાર આવી ગયા હતા.

(11:53 am IST)