Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ટ્રમ્પે ઇમરાન સમક્ષ મોદીના વખાણ કર્યા : પાક.ને માર્યો ટોણો : પાકિસ્તાની પત્રકારને લબલબાવ્યો

આવા પત્રકાર કયાંથી લાવો છો ? ઇમરાનને પુછયું

 ન્યૂયોર્ક,તા.૨૪:સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સંમેલનમાં ભાગ લેવા માટે હાલમાં દુનિયાભરના નેતા ન્યૂયોર્કમાં છે. અમેરિકાના હ્યૂસ્ટનમાં રવિવારે હાઉડી મોદીકાર્યક્રમમાં દુનિયાભરના લોકોએ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની જુગલબંધી જોઈ. તેના એક દિવસ બાદ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી. ત્યારબાદ બંને નેતા એક સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા અને અહીં ટ્રમ્પે એક પાકિસ્તાની પત્રકારની જાહેરમાં ફજેતી કરી દીધી.

મૂળે, થયું એવું કે એક પત્રકારે ટ્રમ્પ સાથે કાશ્મીર મુદ્દે સવાલ પૂછી દીધો. પાકિસ્તાની પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે કાશ્મીરમાં ૫૦ દિવસોથી ઇન્ટરનેટ અને ખાવા-પીવાની વસ્તુઓનો સપ્લાય બંધ થઈ ગયો છે. તેની પર ટ્રમ્પે તે પાકિસ્તાની પત્રકારને પૂછ્યું કે, શું તે પાકિસ્તાની પ્રતિનિધિમંડળનો હિસ્સો છે? તમે જે વિચારી રહ્યા છો, તે કરી રહ્યા છો. આપનો સવાલ એક નિવેદન છે. પછી તેઓએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને પૂછ્યું કે, તમે આવા પત્રકાર કયાંથી શોધીને લાવો છો? ટ્રમ્પની આ વાત પર ઈમરાન ખાન પણ મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો.

આ પણ વાંચો, ઇમરાન ખાનને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- કાશ્મીર પર ભ્પ્ મોદીનું ભાષણ લોકોને ખૂબ ગમ્યું

પત્રકારો પર ભડકવું એ ટ્રમ્પ માટે કોઈ નવી વાત નથી. પ્રેસ કોન્ફરન્સમાં બેબાક વાતો બોલવા માટે તેઓ જાણીતા છે. ખાસ કરીને સીએનએનના પત્રકારો સાથે તો તેમનો છત્રીસનો આંકડો છે. ટ્રમ્પ પર વારંવાર આરોપ લાગતા રહ્યા છે કે તેમની વિરુદ્ઘ અનેક લોકો Fake News ફેલાવે છે.

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને સ્પષ્ટ કર્યુ કે તેઓ કાશ્મીર મુદ્દે ત્યારે જ કંઈ કહી શકો જયારે બંને દેશ તેના માટે તૈયાર હોય. આ ઉપરાંત તેઓએ ઈમરાન ખાનની સામે પીએમ મોદીના વખાણ કર્યા. કાશ્મીરની મધ્યસ્થતાના મુદ્દે પાકિસ્તાની પત્રકારો તરફથી પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, હું તૈયાર છું, હું તૈયાર છું અને સક્ષમ છું. પરંતુ આ એક જટિલ મુદ્દો છે. તે લાંબા સમયથી ચાલી રહ્યો છે. પરંતુ, જો બંને એવું ઈચ્છે છે તો હું તે કરવા માટે તૈયાર રહીશ.

(11:52 am IST)