Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

યોગી સરકારનું પ્રસંશનીય પગલુ

ઓફિસમાં ધુંવાડા કાઢશો તો પ૦૦ દંડ ! પાન અને તમાકુ-ગુટખા ખાધા તો મર્યા સમજો..

લખનૌ, તા. ર૪ : સરકારી ઓફીસોમાં પાન મસાલા ખાનારા અને બીડી-સિગારેટ ફુંકનારાઓ સાવધ થઇ જાવ. હવે ઓફિસોમાં પાન-ગુટખા અને તમાકુ ખાઇને જયાં ત્યાં થુંકનારા અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ કાર્યવાહી થશે. તેમની પાસેથી દંડ પણ વસુલવામાં આવશે. મંડલાયુકત મુકેશ મેશ્રયે કહ્યું કે, અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસમાં સ્વચ્છતા રાખવાના આદેશો અપાયા છે. તેમણે કહ્યું કે ઓફિસમાં પાન-મસાલા ખાઇને જયાં ત્યાં થૂંકતા અથવા સિગારેટ પીતા પકડાઇ જાય તો પ૦૦ રૂપિયાનો દંડ થશે. એટલું જ નહીં જો ઓફિસની દિવાલ પર પાનની પિચકારી જોવા મળશે તો જવાબદારો પર કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ઓફિસોમાં શર્ટના ખૂલ્લા બટન અને ટી-શર્ટ પહેરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

મંડલાયુકતના આ આદેશ પછી હવે સરકારી ઓફિસોમાં પાન, ગુટખા અને તમાકુ ખાઇને જયાં ત્યાં થૂંકવું સહેલુ નહીં બને. ઓફિસ પરિસરમાં ધુમ્રપાન કરતા પકડાઇ જવા પર પ૦૦ રૂપિયાનો દંડ થશે. પકડાઇ ગયેલા અધિકારી-કર્મચારીના નામની દંડની રસીદ ફાડવામાં આવશે.

(11:42 am IST)