Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જૈશએ નામ બદલ્યુઃ મસુદનો નાનોભાઇ વડો

આંતરરાષ્ટ્રીય પ્રેશર અને તપાસથી બચવા માટે

નવી દિલ્હીસ તા.૨૪: આંતરરાષ્ટ્રીય  દબાણ અને તપાસથી બચવા માટે પાક સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પોતાનુ નામ બદલી નાખ્યુ છે પાકિસ્તાનમાં પોતાની જેહાદી પ્રશિક્ષણ ગતિવિધીઓ પર આંતરરાષ્ટ્રિય દબાણ વધવા અને તપાસથી બચવા માટે પેણે પોતાનુ નામ બદલીને મજલિસ - બુરસા- એ- શુહુદા જમ્મુ વા કાશ્મીર રાખી દીધુ છે. આનો કમાન્ડ મસૂદ અઝહરના નાનાભાઇ મુફતી અબ્દુલ રઉફ અસગર પાસે છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદી મસૂદ અજહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દેવાયો છે., જે પાકિસ્તાનના બહાલપુરમાં મરકજ ઉસ્માન-ઓ-અલીમાં બિમાર છે.

ભારતીય કાઉન્ટર ટેરર એજન્સીઓ અનુસાર જૈશ, એક નવા નામ સાથે બહાર આવ્યુ છે. પણ તેનુ નેતૃત્વ અને કેડર તે જ છે. આ પહેલા મુદમ-ઉલ-ઈસ્લામ અને અલરહતમ ટ્રસ્ટ  તરીકે તે ઓળખાતુ હતુ. જૈશના નવા રૂપ મજલિશ બૂરસા-એ - શુહુદા જમ્મુ વા કાશ્મીર( જેનો અર્થ જમ્મુ અને કાશ્મીરના શહિદોના વંશજોના સંઘ થાય છે.) નો ધ્વજ પણ તે જ છે. ફકત તેમા એક શબ્દ બદલયો છે. તેમા અલ જીહાદને બદલ અલે ઈસ્લામ  શબ્દ જોડાય છે.

પાકિસ્તાન પર નજર  રાખી રહેલાઓને અનુસારપ જેશે ભારતમાં આતંકવાદી ગતિવિધીઓને અંજાય આપવા ૩૦ આત્મઘાતી હુમલાખોરોનું એક જુથ તૈયાર કર્યુ છે. માનવામાં આવે છે કે આ આત્મઘાતી હુમલાખોરો ભારતમાં રઉફ અસગરે આ મહિને બાલાકોટમાં જૈશના સૈયદ અહમદ શહિદ આતંકવાદી ટ્રેનિંગ સેન્ટરને સક્રિય જ નથી કર્યુ પણ ભારતીય સુરક્ષા સંસ્થાઓ પર હુમલાઓ કરવા માટે ભવાલપુર અને સિયાલકોટ નવી ભર્તી પણ કરી રહ્યો છે.

(11:41 am IST)