Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

૯/૧૧ પછી અમેરીકાને સાથ આપવો પાકિસ્તાનની મોટી ભુલઃ ઇમરાન

જુની સરકારે વાયદા કરવાની જરૂર ન હતી, જે તે પુરા ન કરી શકે

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે ૯/૧૧ હુમલા બાદ અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી છે.

અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું કે જૂની સરકારોએ એ વાયદા કરવાની જરૂર ન હતી, જે તે પૂરા ન કરી શકે.

ઇમરાન ખાને CFR (કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન)માં એમ પણ કહ્યું કે તેમની આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી એવી આશા રાખે છે કે તેઓ ભારતને કાશ્મીરમાં કર્ફ્યૂ હટાવવાનો આગ્રહ કરે.

પૂર્વ અમેરિકન રક્ષા સચિવ જેમ્સ મેટિસે હાલ જ ટિપ્પણી કરી હતી કે તેઓ પાકિસ્તાનને એ બધા દેશોની વચ્ચે ખતરનાક માને છે, જેમનો અત્યાર સુધી તેમણે સામનો કર્યો છે.

આ અંગે પૂછવા પર ઇમરાન ખાને કહ્યું, 'મને નથી લાગતું કે મેટિસ સારી રીતે સમજે છે કે પાકિસ્તાન કટ્ટરપંથી કેમ બન્યું.'  ખાને કહ્યું કે પાકિસ્તાને ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ અમેરિકામાં અલ કાયદાના હુમલા બાદ ઉગ્રવાદ વિરુદ્ઘ યુદ્ઘમાં અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી છે.

(11:41 am IST)