Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઇમરાન ખાનની નફફટ કબુલાત

અલ કાયદાને પાક આર્મી-ISIએ આપી'તી ટ્રેનીંગ

એક અમેરિકી થિંક ટેંક સાથેની વાતચીતમાં સ્વીકાર્યુ હતું કે, ૯/૧૧ પહેલા અલ-કાયદાની ટ્રેનીંગ ISIએ કરી હતીઃ અમેરિકાને સાથ આપ્યો એ અમારી ભુલ હતીઃ કર્યા આબરૂના ધજાગરા

ન્યુયોર્ક, તા.૨૪: જમ્મુ-કાશ્મીર મામલે પાક વડાપ્રધાન ઇમરાન ખાને કરેલી માંગણીનો અમેરિકાએ સ્વીકાર કર્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બાબતે ભારતને પોતાનું મિત્ર ગણાવ્યું હતુ પણ એક કાર્યક્રમમાં ઇમરાનખાને અમેરિકા ઉપર જ પ્રહારો કર્યા એટલું જ નહિ ઇમરાને એ પણ સ્વીકાર્યુ કે અમેરિકાના કહેવાથી પાકિસ્તાને અલ કાયદાને ટ્રેનિંગ આપી હતી. ૯/૧૧ પછી પાકિસ્તાને અમેરિકા ઉપર વિશ્વાસ કર્યો, મદદ કરીએ અમારી ભુલ હતી તેનાથી પાક અર્થતંત્રને ૨૦૦ બીલીયન ડોલરનું નુકશાન થયું હતું. તેમણે એવી પણ કબુલાત કરી હતી કે પાકિસ્તાનની આર્મી-ISIએ અલ-કાયદાને  ટ્રેનિંગ આપી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વધુ એક મોટો ખુલાસો કરીને દુનિયાનાને ચોંકાવી દીધી છે. પોતાના દેશમાં ઉછરી રહેલા આતંકવાદ બાદ ઈમરાને વધુ એક ખુલાસો કરીને કહ્યું છે કે, ખૂંખાર આતંકી સંગઠન અલ કાયદાને તેમના જ દેશમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ આતંકવાદ પર પાકિસ્તાનની સૌથી મોટી કબૂલાત છે. ઓસામા બિન લાદેનના નેતૃત્વવાળા આતંકી સંગઠન અલ કાયદાએ જ ૯/૧૧ જેવી ભયાનક આતંકી દ્યટનાને અંજામ આપ્યો હતો.

અમેરિકાની થિંક ટેક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન (ઘ્જ્ય્)માં ઈમરાને કહ્યું કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧હ્ય્ અમેરિકાને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પહેલા અલ કાયદાના આતંકવાદીઓને પાકિસ્તાની આર્મી અને ત્લ્ત્ દ્વારા ટ્રેનિંગ મળી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સરકારે ૯/૧૧ પછી એ આતંકી સમૂહો પ્રત્યે પોતાની નીતિ બદલી, પણ પાકિસ્તાની આર્મી બદલવા નથી માગતી.

જયારે ઈમરાનને પૂછવામાં આવ્યું કે અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેનની એબટાબાદમાં હયાતી અને યુએસ નેવી સીલ્સના હાથે માર્યા જવાની દ્યટનાની પાકિસ્તાનની સરકારે તપાસ શા માટે ના કરાવી? તેના પર ઈમરાને કહ્યું, અમે તપાસ કરાવી હતી, પણ હું કહીશ કે પાકિસ્તાની આર્મી, ISI  એ ૯/૧૧ પહેલા અલ કાયદાને ટ્રેડ કર્યું હતું. માટે, હંમેશા લિંક જોડાતી રહી. આર્મીમાં દ્યણાં હોદ્દેદાર ૯/૧૧ પછી નીતિ બદલવા માટે સહમત નહોતા.

અલ કાયદા અને તેના ચીફ ઓસામા બિન લાદેન પર પાકિસ્તાન તરફથી પાછલા ત્રણ મહિનામાં આ બીજી મોટી કબૂલાત છે. ખાને જુલાઈમાં કહ્યું હતું કે પાકિસ્તાનને ઓસામાની હયાતી અંગે ખબર હતી. પાકિસ્તાનના પીએમએ કહ્યું હતું કે આ ઈન્ટેલિજન્સ ત્લ્ત્દ્ગચ ઓસામા વિશે ખબર હતી. તે જાણકારીના આધારે અમેરિકાએ તેને શોધીને મારી નાખ્યો. ઓસામાને પાકિસ્તાને ૨ મે, ૨૦૧૧ની અડધી રાત્રે એકદમ ગુપ્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યો હતો.

(11:24 am IST)