Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઓડિસામાં સામૂહિક બળાત્કારની ઘટના

વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો કર્યો

ભવાનીપટના, તા.૨૪: ઓડિસાના કાલાહાંડી જિલ્લાના જંગલમાં કથિત રીતે એક કોલેજ  સ્ટુડન્ટ પર ઓડિસામાં સામૂહિક બળાત્કાર કરીને એનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો કરાયો હોવાની માહિતી પોલીસે આપી હતી. આ ઘટના ૧૪મી સપ્ટેમ્બરની છે, પણ પીડિતાએ પોલીસ ફરિયાદ વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયા બાદ કરી હતી. પોતાની ફરિયાદમાં પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે એ કોઇ કામ માટે ૧૪મી સપ્ટેમ્બરે ભવાનીપટના આવી હતી અને ત્યાંથી પાછી જૂનાગઢ જવા માટે બસ સ્ટેન્ડ પર રાહ જોતી ઊભી હતી, ત્યારે એની ઓળખાણના એક પુરુષે પોતાની કારમાં લિફ્ટ આપી હતી. જયારે તેઓ બંને બાજુએ જંગલથી દ્યેરાયેલા એનએચ ૨૬ પર જૂનાગઢથી ચારેક કિ. મી. દૂર હતા, ત્યારે મોઢું ઢાંકેલી પાંચથી છ વ્યકિતએ એમની કાર અટકાવી હતી અને ચાકુની અણીએ એને કારમાંથી ઢસડીને જંગલમાં લઇ ગયા હતા. ત્યાં એમણે એના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કાર કરીને તેઓ ભાગી છૂટયા હતા. ત્યાર બાદ એમણે આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. પોલીસે આ મામલે પીડિતાની ડોકટરી તપાસ કરાવ્યા બાદ એ દિવસે કાર ચલાવતા પુરુષની અટક કરીને પૂછતાછ શરૂ કરી હતી. આ સિવાય પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઇને દુષ્કર્મ કરનાર વ્યકિતઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(3:21 pm IST)