Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ટ્રમ્પની ઇમરાનને સ્પષ્ટ વાત

જો ભારત-પાકિસ્તાન બંને ઇચ્છશે તો જ કાશ્મીર અંગે મધ્યસ્થતા કરીશ

ન્યુર્યોક, તા.૨૪: પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન જયારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા તો તેમણે એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. મધ્યસ્થીની ફરી વાત કરવામાં આવી તો જૂની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, 'જો ભારત અને પાકિસ્તાન બંને રાજી થાય છે તો તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે.' અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, હું મધ્યસ્થતા માટે તૈયાર છું. આ એક જટિલ મુદ્દો છે, પરંતુ જો બંને પક્ષ તૈયાર છે તો હું પણ તૈયાર છું.

આગળ એક પત્રકારે પ્રશ્ન કર્યો કે કાશ્મીરમાં ૫૦ દિવસોથી ઇન્ટરનેટ, ફૂડ બધુ બંધ છે. આના પર ટ્રમ્પ પણ બોલી પડ્યા કે, 'આવા પત્રકાર તમે કયાંથી લાવો છો?' આના પર ઇમરાન ખાન પણ 'બકરી ડબ્બામાં પુરાણી' હોય તેવા થઇ ગયા હતા.

મુલાકાત દરમિયાન ઇમરાન ખાન પડોશી દેશોની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમણે અફદ્યાનિસ્તાન, ભારત અને ઈરાનનો ઉલ્લેખ કર્યો. આના પર ટ્રમ્પ બોલી પડ્યા કે, તમારા પડોશી ઘણા મૈત્રીપૂર્ણ છે. ટ્રમ્પ પત્રકારોનાં પ્રશ્નો પર મજાક પણ કરતા રહ્યા. એક પત્રકારે કહ્યું કે, અમેરિકાનાં આટલા સારા રાષ્ટ્રપતિ પહેલીવાર બન્યા છે. આના પર ટ્રમ્પે કહ્યું કે, તમે આવુ માનો છો, પરંતુ હું પાકિસ્તાન પર ઘણો સખ્ત છું. ટ્રમ્પે કહ્યું કે, ન્યૂયોર્કમાં ઘણા પાકિસ્તાની રહે છે, જે ઘણા સારા છે. ટ્રમ્પે કહ્યું કે, મારા પીએમ મોદી અને ઇમરાન ખાન બંને સાથે સારા સંબંધો છે. સમાધાનની જગ્યા હંમેશા હોય છે.

તેમણે કહ્યું કે, ગઇકાલે મે એક મોટું નિવેદન આપ્યું. ૫૯ હજાર લોકો ત્યાં હતા અને એક શાનદાર પ્રોગ્રામ હતો. એક પત્રકારે કહ્યું કે, કાશ્મીરનું સમાધાન નીકાળવા પર તમને નોબેલ પુરસ્કાર મળી શકે છે. આના પર ટ્રમ્પે કહ્યું કે, દ્યણી ચીજો છે જેના પર મને નોબેલ પ્રાઇઝ મળી શકે છે. તેમણે કહ્યું કે, બરાક ઓબામાને નોબેલ પ્રાઇઝ મળ્યું તો તેમને પણ નહોતી ખબર કે કેમ મળ્યું.

(10:08 am IST)
  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST

  • આજથી ત્રણ દિ'હળવા-ઝાપટાને મધ્યમ વરસાદ પડવાની શકયતા : તા. ર૪ થી ર૬ દરમિયાન રાજકોટ-સુરત-વડોદરા પંથકમાં હળવો-મધ્યમ વરસાદ પડવાની એક ખાનગી હવામાન ચેનલે (લવલી વેધર) આગાહી કરી છે. આ અરસામાં મુંબઇ-થાણે-કલ્યાણ-ડોંબીવલી-મુલુન્ડ- પનવેલ, નવી મુંબઇ-નાસીક, ઇગતપુરી, નાગોથાણે, અંબરનાથ, બાદલપુર, પાલઘર, વસઇ-વીરારમાં પણ વરસાદ પડવા સંભવ છે. access_time 3:15 pm IST

  • ગોંડલ માં એક કલાક માં દોઢ ઈંચ વરસાદ ગોંડલ આજે આખો દિવસ ઊકળાટ તો રહ્યા બાદ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો access_time 4:40 pm IST