Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

માથા પર કોંક્રીટનો ટૂકડો પડવાથી હૈદરાબાદના મેટ્રો સ્ટેશન પર ર૭ વર્ષીય મહિલાનું મોત થયું

 હૈદરાબાદ મેટ્રો રેલના અમીરપેટ સ્ટેશન પર રવિવારના ૯ મીટરની ઉંચાઇથી કોંક્રીટનો એક ટૂકડો માથા પર પડવાથી ર૭ વર્ષની મહીલાનું મૃત્યુ થયુ હતુ.  દુર્ઘટના સમયે મહિલા મેટ્રો માટે સીડીઓ ચડી રહી હતી. આ ઘટના હૈદરાબાદમાં ૩૦ મિનીટ સુધી ચાલેલ ભારે વરસાદ દરમ્યાન બની. મેટ્રો અધિકારીનું નિવેદન છે કે અમે તપાસ ચાલુ કરી દીધી છે.

(12:00 am IST)