Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હાઉડી મોદીમાં ટ્રમ્પના પોડીયમમાં ભારત-અમેરીકાના રાષ્ટ્રધ્વજ રખાયાઃ મજબુત થતા સંબધોનો સ્પષ્ટ સંકેત

અમેરીકી રાષ્ટ્રપતિના કોઇપણ નિવેદન, ભાષણ કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોડીયમમાં પારંપરિક પ્રેસીડેન્શીયલ સીલ ન રખાયેલ

હયુસ્ટનઃ અમેરીકાના હયુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ઘણી વસ્તુઓ પહેલીવાર થઇ. વડાપ્રધાન મોદી અને અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૫૦ હજાર લોકોને સંબોધીત કર્યા હતા. પહેલીવાર કોઇ  અમેરીકી રાષ્ટ્રપતિના પોડીયમમાં પ્રેસીડન્શીયલ માર્કની જગ્યાએ ભારત-અમેરીકાના રાષ્ટ્રધ્વજ લગાવ્યા હતા. જેને દોસ્તી રૂપે જોવાઇ રહયું છે.

અમેરીકી તંત્રએ પહેલીવાર રાષ્ટ્રપતિના ભાષણ મંચ ઉપર લગાવામાં આવતા પ્રતીકમાં ફેરફાર કર્યો હતો. અમેરીકી રાષ્ટ્રપતિના ભાષણ કે નિવેદન પ્રેસીડેન્શીયલ માર્ક વાળા પોડીયમથી જ કરાતુ હતુ. કોઇપણ સયુકત નિવેદન કે પ્રેસ કોન્ફરન્સમાં અને ચૂંટણી અભિયાનમાં પણ તે જરૂરી હતુ.

(3:19 pm IST)