Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બે વર્ષમાં તમામ બસ ઇલેક્ટ્રિક થઇ જશે: 2030 બાદ દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વાહન વેચાશે: નીતિન ગડકરી

ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે કેન્દ્રીય મંત્રીનું મોટુ નિવેદન: કહ્યું પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધની કોઇ જરૂર નથી

નવી દિલ્હી : ઓટો સેક્ટરમાં ચાલી રહેલી મંદી અને પેટ્રોલ-ડીઝલ ગાડીઓના ભવિષ્યને લઇને ચાલી રહેલી આશંકાઓ વચ્ચે સરકારનું મોટુ નિવેદન આવ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાની કોઇ જરૂર નથી. એમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહન લોકપ્રિય બની રહ્યા છે. એમણે કહ્યું કે બે વર્ષમાં તમામ બસ ઇલેક્ટ્રિક થઇ જશે.

નીતિ આયોગે પ્રસ્તાવ આપ્યો હતો કે વર્ષ 2030 બાદ દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વાહન વેચવામાં આવશે. નીતિ આયોગના આ પ્રસ્તાવ બાદ ઓટો સેક્ટરમાં એક પ્રકારની બેચેની પણ જોવા મળી હતી. એ સમયે પણ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઘણા કેન્દ્રીય મંત્રીઓએ વાહન ઉદ્યોગની ચિંતા દૂર કરવાના પ્રયાસ કરતા કહ્યું હતું કે સરકારનો આવો કોઇ ઇરાદો નથી.

નોંધનીય છે કે, નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાન્તની આગેવાની વાળી એક સમિતિએ ભલામણ કરી હતી કે 2025થી 150 સીસી એન્જીન ક્ષમતા વાળા માત્ર ઇલેક્ટ્રિક ટુવ્હિલર અને થ્રી વ્હિલરનું વેચાણ કરવામાં આવશે.

(12:00 am IST)