Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

એનપીએ સામે લડવા મોટા ઉદ્યોગગૃહો વિરુદ્ધ કઈ કાર્યવાહી કરી :જોશી કમિટીએ PMOને ફટકારી નોટિસ:માંગ્યો જવાબ

કોલસા અને ઉર્જા મંત્રાલયને પણ પૂછ્યું શું તેમના ક્ષેત્રમાં બેંકોના એનપીએમાં સતત વધારો થાય છે ???

 

નવી દિલ્હી :ભાજપ નેતા મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતીએ મોદી સરકાર માટે મોટી મશ્કેલી પેદા કરી છે. સંસદની પ્રાક્કલન સમિતીએ વડાપ્રધાન કાર્યાલયને પુછ્યું છે કે તેઓ સમિતીને સંપુર્ણ માહિતી ઉપલબ્ધ કરાવે. જેમાં બેંકોની એનપીએની સમસ્યા સામે લડવા માટે કેન્દ્ર સરકારના એવા મોટા ઔદ્યોગિક ઘરાનોની વિરુદ્દ શું કાર્યવાહી કરી છે જેના કારણે બેંકોએ એનપીએમાં વધારો થયો છે

   અત્રે ઉલ્લેખનીય છે કે, એનપીએ માટે જવાબદાર ઉદ્યોગપતિ ગૃહોની યાદી પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને પોતાનાં કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન કાર્યાયલને સોંદી દીધી હતી

  મોદી સરકાર માટે મુરલી મનોહર જોશીની સમિતીએ માત્ર પડકાર નથી ફેંક્યોપરંતુ  સમિતીએ કેન્દ્ર સરકારની કોલકા અને ઉર્જામંત્રાલયને પણ નોટિસ મોકલતા સ્પષ્ટતા માંગી છે કે શું તેમના ક્ષેત્રમાં બેંકોના એનપીએમાં સતત વધારો થઇ રહ્યો છે

(1:07 am IST)