Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમેરિકાના વુડબ્રિજ ન્યુજર્સીમાં ''ગણેશ ઉત્સવ'' ઉજવાયોઃ પાંચ દિવસિય ઉત્સવ અંતર્ગત ગણેશ ચતુર્થી તથા દૈનંદિન આરતીમાં હજારો ભાવિકો જોડાયાઃ ૧૪ ફુટ ઊંચી ગણપતિની મૂર્તિ સમક્ષ ૧૨૦૦ પાઉન્ડનો મોદક ધરાવાયો

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકાના વુડબ્રિજ ન્યુજર્સીમાં આવેલા સેન્ટ્રલ મોલમાં પાંચ દિવસિય ગણેશ ઉત્સવ ઉજવાઇ ગયો.

૧૩ સપ્ટેં.૨૦૧૮ થી શરૃ કરાયેલ ઉજવણીના યજમાન ૧૯૪૭ પ્રોડકશન્શ એન્ટરટેઇનમેન્ટ હતા. ઉત્સવ અંતર્ગત ગણેશ ચતુર્થી તથા દૈનંદિન આરતીનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. જયાં ૧૪ ફુટ ઊંચી ગણેશજીની મૂર્તિ રાખવામાં આવી હતી. તથા ૧૨૦૦ પાઉન્ડનો મોદક રાખવામાં આવ્યો હતો. છેલ્લા દિવસે એટલે કે પૂર્ણાહૂતિ પ્રસંગે ૧૪ ફુટની ગણેશજીની મૂર્તિ પાણીમાં પધરાવવાને બદલે ૨ ફુટની મૂર્તિ પધરાવી ગણેશ વિસર્જન કરાયુ હતું.

ઉત્સવની ઉજવણી દરમિયાન વ્સ્ખ્સ્નજ્ઞ્ર્ીના ચેરમેન તથા ણૂફૂં શ્રી એચ.આર.શાહ, શ્રી શ્યામ મોદી તથા ૧૯૪૭ પ્રોડકશન્શના શ્રી પિરાન ઇરાશસો સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. ઉત્સવની હાઇલાઇટ TV asia કોમ્યુનીટી રાઉન્ડ અપમાં જોવા મળી શકશે. તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્ય દ્વારા વ્સ્ખ્સ્નજ્ઞ્ર્ી ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(10:14 pm IST)
  • કચ્છમાં અચાનક વાતાવરણમાં પલટો:માંડવીના ભુજપુર સહિત આસપાસના ગામોમાં વરસાદ:પવન સાથે મેઘમહેર થતા વાતાવરણામાં ઠંડક પ્રસરી :લોકોમાં ખુશીની લહેર છવાઈ access_time 9:36 pm IST

  • રાજકોટ:સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા:ગોંડલના 2 અને રાજકોટના 2 કેસ પોઝિટિવ નોંધાયા: કુલ 21 દર્દી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ: કુલ 36 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા access_time 1:03 am IST

  • ભચાઉથી ગાંધીધામ જતી માલગાડીના હડફેટે અજાણ્યા શખ્સનું ટ્રેનની નીચે આવી જવાથી મૉત:ભવાનીપુરથી બૉડીગના નાલા વચ્ચે અજાણ્યા શખ્સનું ટ્રેનની અડફેટે આવી જવાથી મોત access_time 1:10 pm IST