Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

યુ.એસ.માં 'અક્ષયપાત્ર'બે એરીયાના લાભાર્થે ૨૮ સપ્ટેં.ના રોજ મ્યુઝીકલ ઇવનિંગઃ બલિઁગેમ કેલિફોર્નિયા મુકામે યોજાનારા ગાલા પ્રોગ્રામમાં મુખ્ય વકતા તરીકે શ્રી સુધીશ નાયર હાજરી આપશે

કેલિફોર્નિયાઃ જરૃરિયાતમંદ બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા, કાર્યરત યુ.એસ. અક્ષેયપાત્ર બે એરીયાના લાભાર્થે બર્લિગેમ કેલિફોર્નિયા મુકામે ૨૮ સપ્ટેં.૨૦૧૮ના રોજ મ્યુઝીક ઇવનિંગ ગાલા પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

હયાત રીજન્સી SFO એરપોર્ટ, ૧૩૩૩ બેશોર હાઇવે બર્લિગેમ કેલિફોર્નિયા મુકામે યોજાનારા આ બેનિફીટ ગાલા પ્રોગ્રામમાં બોલીવુડના જુના તથા નવા ગીતો પેશ કરાશે. પ્રોગ્રામનો સમય સાંજે ૬ વાગ્યાથી રાત્રિના ૧૨ વાગ્યા સુધીનો છે.

આ તકે મુજબ વકતા તરીકે થોટસ્પોટના ceo શ્રી સુધીશ નાયર હાજરી આપશે. તથા માસ્ટર ચેફ શ્રી સંજીવ કપૂર તેમજ TAPF યુ.એસ.એ ceo સુશ્રી વંદના તિલક ઉપસ્થિત રહેશે. વિશેષ માહિતિ geeta@apusa.org દ્વારા મેળવી શકાશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

 

(10:12 pm IST)