Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

''હેલ્થ મીટસ ટેકનોલોજી સમિટ'': યુ.એસ.માં મિલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે ICCના ઉપક્રમે ૨૯ સપ્ટેં.ના રોજ કરાયેલું આયોજનઃ હઠીલા દર્દોને મટાડવા દવાઓના ઉપયોગ વિષે માર્ગદર્શન અપાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ICCના ઉપક્રમે ૨૯ સપ્ટેં.૨૦૧૮ના રોજ ''હેલ્થ મીટસ ટેકનોલોજી સમિટનું આયોજન કરાયું છે.

મિલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે યોજાનારી આ સમિટનો સમય સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે. જેમાં નિષ્ણાંત તબીબો તથા આરોગ્ય નિષ્ણાંતો દર્દોને મટાડી તંદુરસ્તી જાળવવા માટે દવાઓના ઉપયોગો વિષયક માર્ગદર્શન આપશે.

વિશેષ માહિતિ કોન્ટેક નં.(૪૦૮)૯૩૪-૧૧૩૦ દ્વારા મેળવી શકાશે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(10:10 pm IST)