Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

R&Dમાં વૈશ્વિક સ્‍તરે ટોચની ૧૦૦ કંપનીઓમાં માત્ર ટાટા મોટર્સને સ્‍થાન

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D)માં ભારતીય કંપનીઓ પહેલેથી પાછળ રહી છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં પણ સ્થિતિ બદલાઈ નથી. ગયા નાણાકીય વર્ષમાં R&Dમાં વૈશ્વિક સ્તરે ટોચની 100 કંપનીમાં માત્ર ટાટા મોટર્સને સ્થાન મળ્યું છે. બ્લૂમબર્ગના ડેટા પ્રમાણે R&Dમાં વૈશ્વિક સ્તરે ટાટા મોટર્સને 99મું સ્થાન મળ્યું છે, પણ JLRને સામેલ કરીએ તો તે 13મા ક્રમે આવે છે.

R&Dમાં વૈશ્વિક કંપનીઓમાં સન ફાર્મા 104, M&M 114, લુપિન 120 અને ડો. રેડ્ડીઝ 121મા ક્રમે છે. R&Dમાં અમેરિકા અને જાપાનીઝ કંપનીઓનો દબદબો છે. ઉપરાંત, લિસ્ટમાં ચીનની કેટલીક કંપનીઓ પણ સામેલ છે.

વિવિધ પરિબળો અને સ્થિતિ ફરજ પાડે ત્યારે ભારતીય કંપનીઓ R&Dમાં રોકાણ કરે છે. ભારતમાં R&D પાછળ સૌથી વધુ રોકાણ કરતી કંપનીઓમાં પાંચ ફાર્મા અને ત્રણ ઓટોમોટિવ સેક્ટરની છે. તેમને પણ વૈશ્વિક સ્પર્ધાને કારણે R&Dમાં રોકાણ કરવું પડ્યું છે. JLR સહિત ટાટા મોટર્સનો R&D ખર્ચ ₹19,000 કરોડ છે, જે આંકડો ત્યાર પછીની નવ કંપનીઓના કુલ R&D ખર્ચ જેટલો છે.

IIT-મદ્રાસના પ્રોફેસર અશોક ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે, “ભારતીય કંપનીઓ R&D ખર્ચ વધારી રહી છે, પણ આંકડો પૂરતો નથી.” ભારત સરકારના 2017-’18ના આર્થિક સરવેમાં R&D અંગેના રાષ્ટ્રીય ખર્ચને બમણો કરવાની જરૂરિયાત જણાવાઈ હતી. સરવેમાં જણાવ્યા અનુસાર છેલ્લા બે દાયકામાં ભારતના GDPના પ્રમાણમાં R&D ખર્ચ 0.6-0.7 ટકાના સ્તરે સ્થિર રહ્યો છે. અમેરિકામાં આંકડો 2.8 ટકા, ચીનમાં 2.1 ટકા, સાઉથ કોરિયામાં 4.2 ટકા અને ઇઝરાયલમાં 4.3 ટકા છે.

ભારતના રોકાણકારો મોટો R&D ખર્ચ કરતી કંપનીઓ માટે તૈયાર છે? ખાસ કરીને R&D ખર્ચમાં વૃદ્ધિથી ટૂંકા ગાળામાં નફાકારકતા પર દબાણ વધે છે. કોટક મહિન્દ્રા AMCના એમડી નિલેશ શાહના જણાવ્યા અનુસાર “R&D માટે મેનેજમેન્ટના નિર્ણયની પ્રભાવિત કરી શકે એવો બાર્ગેનિંગ પાવર ભારતીય રોકાણકારો પાસે નથી.

જોકે, અમે આગામી સમયમાં R&D ખર્ચ વધારવાની ફરજ પાડી રહ્યા છીએ. જેમ કે, અમે IT કંપનીઓને વિનંતી કરી છે કે, તેમના પ્રમોટર્સ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરી રહ્યા છે પણ તેઓ કેમ નવી ટેક્નોલોજિસમાં રોકાણ કરતા નથી? બેલેન્સશીટમાં વધારાની રોકડ વાપરવાનો સારો વિકલ્પ છે.”

(5:16 pm IST)
  • ઇન્કમટેક્સ અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટેની મુદત 15મી ઓક્ટોબર સુધી લંબાવાઈ :વેપારીઓને રાહત આપતો સીબીટીડીની ચુકાદો access_time 8:10 pm IST

  • રાજકોટ:સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા:ગોંડલના 2 અને રાજકોટના 2 કેસ પોઝિટિવ નોંધાયા: કુલ 21 દર્દી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ: કુલ 36 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા access_time 1:03 am IST

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ:અત્યાર સુધીમાં 20 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન:અંબાજી મદિંરમાં છ દિવસમાં 3.4 કરોડનું દાન: ભક્તોએ સોના-ચાંદી સહિતની વસ્તુઓ કરી અર્પણ access_time 1:03 pm IST