Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

શું આ તમે જાણો છો ? સરકારી કે પ્રાઇવેટ બેન્‍કમાં અેટીઅેમ સુવિધા સાથે રૂૂ.પ૦ હજારથી ૧૦ લાખ સુધીનો વિમો મળે છે

નવી દિલ્હીઃ જ્યારે પણ તમે કોઈ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ઓપન કરો છો ત્યારે બેંક તમને એક ATM કાર્ડ આપે છે. કર્ડની મદદથી તમને ATM મશીનમાંથી ધારો ત્યારે રોકડ ઉપાડી શકો છો અને ઓનલાઇન તેમજ મોલમાં શોપિંગ પણ કરી શકો છો. તમારા બિલ પણ ચુકવી શકો છો. પરંતુ તમે ભાગ્યે જાણતા હશો કે ATM કાર્ડ સાથે તમને રુ.10 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ પણ મળે છે. જો નથી જાણતા તો આજે ખાસ વાચી લો ખૂબ કામ આવશે રુપિયા.

લગભગ તમામ બેંક પછી તે સરકારી હોય કે પ્રાઇવેટ પોતાના તમામ ગ્રાહકોનેને ATM કાર્ડ પર એક્સિડેંટલ હોસ્પિટલાઇઝેશન કવર અથા એક્સિડેન્ટલ ડેથ કવર આપે છે. સ્કિમ અંતર્ગત મળતું વીમા કવર રુ.50,000થી રુ. 10 લાખ સુધીનું હોય છે. કેટલીક બેંક પોતાના ક્રેડિટ કાર્ડ ધારકોને પણ સુવિધા આપે છે.

જો કોઈ ATM ધારકનું મોત થઈ જાય છે તો તેમના પરિવારના વ્યક્તિએ 2-5 મહિનાની અંદર જેતે બેંકની બ્રાંચમાં પહોંચીને અંગેની જાણકારી આપવાની રહે છે તેમજ બ્રાંચમાં વીમાની રકમ માટે એપ્લિકેશન પણ દેવાની હોય છે. ક્લેમની રકમ આપતા પહેલા બેંક ચેક કરશે કે શું વ્યક્તિએ મૃત્યના 60 દિવસ પહેલા સુધીમાં બેંકમાં કોઈ વ્યવહાર કર્યો છે કે નહીં. ઇંશ્યોરન્સ અંતર્ગત વિકલાંગતાથી લઈને મૃત્યુ સુધીના અલગ અલગ રકમ મળે છે. તેમજ સાધારણ ATM, માસ્ટરકાર્ડ, ક્લાસિક ATM આમ કાર્ડની કેટેગરી મુજબ વીમાની રકમ પણ અલગ અલગ હોય છે. એટલું નહીં તમને બેંકમાં જઈને પણ તપાસ કરી શકો છો કે તમારા ATM કાર્ડ પર કેટલું વીમા કવર છે.

પ્રકારના ઇંશ્યોરન્સ માટે જેમના નામે ક્લેમ કરવાનો છે તેમના એક્સિડેન્ટ અથવા મૃત્યુ સંબંધી તમામ ડોક્યુમેન્ટ્સ આપવા જરુરી છે. જો એક્સિડેન્ટનો કેસ છે અને વ્યક્તિ હોસ્પિટલમાં છે તો તેના સંબંધીત તમામ ડૉક્યુમેન્ટ્સ આપવાના હોય છે. ઉપરાંત જો વ્યક્તિનું મોત થયું હોય તો તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સની કોપી પણ ઉપલબ્ધ કરાવવાની હોય છે.

(5:10 pm IST)