Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રામ મંદિર નહીં બને તો ભાજપને નુકસાન

રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસની વડાપ્રધાન મોદીને ચેતવણી

લખનૌ તા. ર૪ :.. અયોધ્યા રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસજીએ કહયું છે કે જો રામ મંદિર નહી બને તો મોટી સરકાર માટે બહુ ઘાતક સાબીત થશે. અલીગઢમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન તેમણે કહયું મોદીની સામે રાષ્ટ્રની બીજી ઘણી સમસ્યાઓ છે. મોદી પોતાનું અને પક્ષનું ભલુ ઇચ્છતા હોય તો તાત્કાલીક રામ મંદિરનું નિર્માણ શરૂ કરવું જોઇએ, કારણ કે તેમાં જ તેમનું અને પક્ષનું ભલું છે. રામના રાજમાં દેર છે, અંધેર નથી. અમે મોદી-યોગીની સરકારને કહેવા માગીએ છીએ કે તમને ફકત રાજ કરવા માટે જ નહીં, મંદિર નિર્માણ માટે પણ ચૂંટવામાં આવ્યા છે. હવે જો મંદિરનું નિર્માણ નહીં કરાય તો તેમની અને પક્ષની પડતી થશે.

શિવસેનાની ભાજપને સલાહ

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જલ્દી થશે એવા સંઘ પ્રમુખ મોહન ભાગવતના બયાન ના બે દિવસ પછી શિવસેનાએ તેમની પ્રતિબધ્ધતાના વખાણ કર્યા પણ આ મુદે નેતાઓ પર સવાલ ઉઠાવીને ભાજપા પ્રમુખ અમિત શાહ પર નિશાન તાકતા કહ્યું કે તે આવતા પચાસ વર્ષ સુધી દેશમાં તેમનું શાસન હશે તે વિષે પુરા વિશ્વાસથી બોલે છે. પણ જમ્મુ-કાશ્મીમાંથી કલમ ૩૭૦ દુર કરવાની અને રામ મંદિર મુદે વાત કરવાથી દૂર રહે છે. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં મોદી સરકારને કહયું છે કે ભાગવતના બયાન પછી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદો તે ગંભીરતાથી ધ્યાનમાં લે. ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળા પત્રે  પોતાનો મત વ્યકત કરતા કહયું કે મંદિર મુદાને ફકત ચૂંટણી પ્રચાર પુરતો સીમીત કરી દેવાયો છે અને એટલે તે હિન્દુત્વની મજાક ઉડાવતો મુદો બની ગયો છે. (પ-રર)

(3:42 pm IST)