Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે ઇમિગ્રન્ટ્સે છોડવી પડશે સરકારી સુવિધાઓ;નવો પ્રસ્તાવ

અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ માટે આવનારા સમયમાં ગ્રીન કાર્ડ મેળવવું વધુ મુશ્કેલ બની શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હાલમાં જ એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે હેઠળ અમેરિકામાં સરકારી સુવિધાઓનો ફાયદો ઉઠાવનારા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં,

   આ નવા નિયમોથી અમેરિકી વસતા હજારો ભારતીયો પર ગંભીર અસર પડી શકે છે. પ્રવાસી અમેરિકનો ટેક્સ પેયર્સ પર ભારણરૂપ ના બને.એટલા માટે આ નવો પ્રસ્તાવ રજૂં કરાયો હોવાનું મનાય છે 

(11:37 am IST)