Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કેરળ પર ઝળુંબતો ભારે વરસાદનો ખતરો :કેટલાક જિલ્લાઓમાં એલર્ટ

કેરળના પલક્કડ, ઈડુક્કી, ત્રિશૂર અને વાયનાડ જિલ્લામાંએલર્ટ જાહેર :વહીવટીતંત્ર સતર્ક

કેરળમાં ગયા મહિને પૂર અને ભારે વરસાદથી વિનાશ બાદ જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યુ હતુ ત્યારે ફરીથી સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. કેરળમાં હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ અંગે એલર્ટ જારી કરી છે.

  કેરળ સીએમઓએ જણાવ્યુ કે રાજ્યના પથાનામથિટ્ટા, ઈડુક્કી અને વાયનાડ જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે કેરળ સીએમઓએ કહ્યુ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પ્રશાસનને એલર્ટ રહેવા અને સાવચેતી રાખવા માટે કહ્યુ છે.

 કેરળના પલક્કડ, ઈડુક્કી, ત્રિશૂર અને વાયનાડ જિલ્લામાં એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યુ છે કે કેરળના આ જિલ્લાઓમાં 64.4 મિમીથી 124.4 મિમી સુધી ભારે વરસાદ થઈ શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે 400 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે લાખો લોકો બેઘર થઈ ગયા હતા

(11:36 am IST)