Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આજથી વાહન વિમો મોંઘો

વાર્ષિક પ્રીમિયમમાં રૂ.૭૫૦નો વધારો

નવી દિલ્હી તા.૨૪: વાહન વિમાના ક્ષેત્રમાં સોૈથી વધુ હિસ્સો ધરાવતી નેશનલ ઇન્સ્યુરન્સ, ભારતી આકસા અને એચડીએફસીની મલ્ટી વિમા કંપનીઓનો વાહન વિમો આજથી મોંઘો થઇ ગયો છે. હવે આ કંપનીઓ પાસેથી વિમો લેનારે ૭૫૦ રૂ. પ્રતિ વર્ષ વધુ દેવા પડશે. કોઇપણ સ્કુટર, બાઇક, કાર અને કોર્મશીયલ વાહનોના વિમાની સાથે ચાલતો ૧૫ લાખનો વ્યકિતગત દૂર્ઘટના વિમો પણ અનિવાર્ય બનશે. અત્યાર સુધી ટુ વ્હીલર પર ૧ લાખ અને કાર ચાલક પર ર લાખનો દૂર્ઘટના વિમો થતો હતો.

ઇરડાએ બધી જનરલ વિમા કંપનીઓને કહયું છે કે, તેઓએ આ નિર્દેશ મુજબ પોતાની વિમા પોલીસીમાં ફેરફાર કરવા પડશે. રપ ઓકટોબર છેલ્લી તારીખ છે.

ધ ઓરીએન્ટલ વિમા કંપનીએ ૧લી સપ્ટેમ્બરથી આ નવી વ્યવસ્થા લાગુ કરી દીધી છે. (૧.૩)

(11:33 am IST)