Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

૫૦૦૦ કરોડના કોૈભાંડી સ્ટલિંગ બાયો ટેકના નીતિન સીંદેસરા નાઇજીરીયામાં છુપાયો?

નાઇજીરીયા સાથે ભારતની પ્રત્યપર્ણ સંધિ નથી

નવી દિલ્હી તા.૨૪: ૫૦૦૦ કરોડ રૂપિયાના બેંક કોૈભાંડમાં વોન્ટેડ સ્ટલિંગ બાયોટેકના માલિક નીતિન સીંદેસરા વિષે પહેલા એવા અહેવાલ હતા તે દુબઇમાં છે. પણ હવે એવા અહેવાલ મળે છે કે તે નાઇજીરીયામાં છે.

ઇડી અને સીબીઆઇના ટોચના સુત્રોના જણાવ્યા પ્રમાણે નીતિનભાઇ ચેતન, ભાભી દિપ્તીબેન અને પરિવારના અન્ય સભ્યો નાઇજીરીયામાં છુપાયા છે. ભારતની નાઇજીરીયા સાથે કોઇ પ્રત્યપર્ણ સંધિ નથી અને તેથી તેને આ આફ્રિકી દેશથી લાવવો કઠીન છે.

સીબીઆઇ અને ઇડીએ વડોદરા સ્થિત સ્ટલિંગ બાયોટેકના આ બધા સામે કેસ કર્યો છે. (૧.૭)

(12:35 pm IST)