Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

માલદીવ : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અબદુલ્લા યામીનનો પરાજય : ભારત સમર્થક વિપક્ષી ઉમેદવારનો વિજય

MDPના ઉમેદવાર ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહનો વિજય : ચીન તરફનો પ્રેમ યામીનને મોંઘો પડયો

માલદીવ તા. ૨૪ : માલદીવમાં માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના ઉમેદવાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે રવિવારના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. તેની સાથે જ ચીન તરફ ઝુકેલા હાલના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ચૂંટણી હારી ગયા છે. માલદીવમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ ભારત માટે સારા સંકેત આપી રહ્યાં છે કારણ કે ઇબ્રાહીમ ભારતની સાથે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યાં છે.

ન્યૂઝ વેબસાઇટ મિહારૂ ડોટ કોમના મતે સોલિહને કુલ ૯૨ ટકામાંથી ૫૮.૩ ટકા મત પ્રાપ્ત થયા છે. ચૂંટણી પર નજર રાખનાર સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરન્સી માલદીવ્સના મતે સોલિહે નિર્ણાયક અંતરથી જીત પ્રાપ્ત કરી લીધી છે. બીજીબાજુ જીત બાદ સોલિહે પોતાના પહેલાં ભાષણમાં કહ્યું, આ ખુશી, ઉમ્મીદ, અને ઇતિહાસની પળ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે સત્તાની શાંતિપૂર્ણ હસ્તાંતરણની અપીલ કરી છે.

એએફપીના રિપોર્ટના મતે જીતની જાહેરાતની સાથે જ સોલિહની માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના પીળા ઝંડા લઇ વિપક્ષ સમર્થક રસ્તા પર ઉતરી આવ્યા અને ખુશીનો એકરાર કર્યો. પરિણામ આવ્યા બાદ યામીનની તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. સોલિહે કહ્યું કે હું યામીનને કહેવા માંગીશ કે તેઓ લોકોની ઇચ્છાનું સમ્માન કરે અને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ કરે. તેની સાથે રાજકીય નેતાઓને જેલમાંથી છોડવાની પણ અપીલ કરી છે.

પહેલાં વિપક્ષ એવો ડરેલો હતો કે રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમના પક્ષમાં ચૂંટણીમાં ગડબડી થઇ શકે છે. યામીનના પહેલાં કાર્યકાળમાં વિપક્ષી રાજકીય પાર્ટીઓ, કોર્ટ અને મીડિયા પર સખ્ત કાર્યવાહી કરી હતી. ગયા ફેબ્રુઆરી મહિનામાં ઇમરજન્સી લાગૂ કરી સંવિધાનને સસ્પેન્ડ કરી અને યામીનની વિરૂદ્ઘ મહાભિયોગની કોશિષ કરી રહેલાં સાંસદોને રોકવા માટે સૈનિકોને મોકલી હાલના રાષ્ટ્રપતિને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચિંતામાં મૂકી દીધો હતો. કેટલાંય વરિષ્ઠ જજો અને મુખ્ય વિપક્ષી નેતાઓને જેલમાં નાંખી દીધા હતા.

બીજીબાજુ રાષ્ટ્રપતિ યામીનને કદાચ તેના વિરૂદ્ઘ જનાદેશની ભણક પહેલાં જ લાગી ગઇ હતી, આથી જ વિપક્ષના પ્રચાર અભિયાનના મુખ્યાલય પર દરોડા પાડ્યા. ત્યારબાદ એ આશંકાઓને બળ મળ્યું કે ચીન સમર્થક રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના પક્ષમાં ચૂંટણીમાં હેરાફેરી થઇ શકે છે.

યામીનને માત આપનાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ ખાસ લોકપ્રિય નથી. સોલિહને સંયુકત વિપક્ષનું સમર્થન પ્રાપ્ત થયું છે, જે યામીનને સત્ત્।ા પરથી ઉખાડી ફેંકવા માંગતા હતા. આપને જણાવી દઇએ કે લોકતાંત્રિક રીતે પસંદ કરાયેલ માલદીવના પહેલાં રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ ને હવે નિર્વાસિત જીવન વીતાવું પડી રહ્યું છે. નશીદે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે ચૂંટણીના પરિણામોને રદ કરે.

ચૂંટણી પ્રક્રિયા પર ભારત અને ચીનની નજર હતી. આ બધાની વચ્ચે યુરોપિયન સંઘ અને અમેરિકાએ ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ નહીં હોવા પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી. યામીને રાજધાની માલેમાં મતદાન કેન્દ્ર ખુલ્યાના થોડાંક સમય બાદ જ મતદાન કર્યું. મતદાન શરૂ થતા પહેલાં પોલીસે વિપક્ષ માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)ના પ્રચાર હેડકવાર્ટર પર દરોડા પાડ્યા અને 'ગેરકાયદે ગતિવિધિ'ને રોકવાની કોશિષના નામ પર બિલ્ડિંગની કેટલાંય કલાકો સુધી તપાસ ચાલી. આ સિલસિલામાં કોઇની ધરપકડ કરાઇ નહીં.(૨૧.૧૩)

(11:30 am IST)