Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ઓશોનો નિરાકારનો આકાર જીવનમાં સર્વ કાંઇ પૂર્ણ છે

જિંદગીમાં દરેક ચીજ પૂર્ણ છે અને જીવંત પૂર્ણ રીતે છે. તમે તેના ટુકડા નહિ કરી શકો. અથવા અંશતઃ કરી શકો. પ્રેેમ પણ આવો જ છે અને ધ્યાન પણ આવું જ છે. મરણ પણ આવું જ પૂર્ણ છે, આખું છે. તેથી જ હું કહુંં છું: મરણ મરી પરવાર્યું નથી પણ જીવન સાથે જીવંત પણે જોડાયેલું છે. તમે થોડાથોડા નહિ મરી શકો કાં તો તમે મરો અગરના મરો, ધીમે ધીમે મરતા નથી.મહેરબાની કરી તમેપ્રાથર્ના અગર ધ્યાનમાં અગર પૂજામાં હો ત્યારે હંમેશા આ યાદ રાખશો. એક ઘનાઢય સ્ત્રીને જાણ કરવા મોકલ્યો અનેકહ્યું, આ કુતરાને તે બહુ ચ્હાતી હોવાથી હળવે રહીને આ વાત જણાવજે. ખબર આપનાર માણસે દરવાજે ટકોરા માર્યા અને જ્યારે સ્ત્રીએ દેખા દીધી ત્યારે તે બોલ્યોઃ માફ કરજો માજી, પણ તમારા કુતરાના ઉપાંગ ઉપર પૈડું ફરી વળ્યું છે.''

અ-મન એ જ પ્રજ્ઞાન

વસ્તુ અને વિચારોની મુઠ્ઠી વાળવાનું છોડી દો. તમારી મુઠ્ઠી પૂરેપૂરી ખુલ્લી રાખો કારણ પકડ જ દુઃખ છે. ''થોભી જાઓ'' ઘાંટા પાડીને બુદ્ધ કહે છે. પણ ઘેલું મન થોભાનું જ નથી; જો થોભી જાય તો ત્યાં જ પ્રકાશની પ્રાપ્તિ છે.

ધ્યાન પ્રેરક વિધાયક વલણો

હંમેશા દરેક અને પ્રત્યેક સ્થિતિમાં હા ભણો. તે ધ્યાનમાં જાગૃતિ લાવવામાં ઘણી મદદ કરે છે. ના ભણવાની વૃત્તિ સારા પ્રયત્નને નકારી કાઢે છે. ડાયોજિનીસ, નવી દિલ્હીમાં એક પ્રમાણીક માણસની શોધમાં હતો. રસ્તાના રાહદારીએ પુછયુઃ ''તમારી શોધ ફળી?'' હા, ઘણીખરી ફળી'' ડાયોજિનીસે જવાબ આપ્યોઃ ''મારૂ ફાનસ હજી મારી પાસેછે.''

થોભો-અને અનુભવો

સૂર્ય આકાશમાં, ઉપર છે. તેનો પ્રકાશ ઘરમાં તડ વાટે પ્રવેશે છે. તે પ્રકાશના કિરણમાં ધૂળના રજકણો ગતિમાન દેખાય છે. પણ ઓરડામાંની ખાલી જગા સ્થિર છે. હવે આંખો બંધ કરો અને શાંત થાઓ અને તમારી જાતને પૂછોઃ તમે કોણ છો-ધસતું રજકણ કે અચલ સ્થિત ખાલી જગા ?'' બુધ્ધિથી જવાબ ન મેળવો કારણ કે બુધ્ધિથી મેળવેલા જવાબો, જવાબો નથી. પણ થોભા અને જુઓ સુર્ય કહે છેઃ મને એ બહારની ધૂળ-માત્ર છે. તેમ કોણ છો-મન બહારની અથવા-?

પ્રતિકર્મનો કાનૂન

કોઇ વિચાર દબાવો નહિ. અથવા તેની સાથે લડો નહિ. નહીં તો તમે તેનાથી મુકત રહેશો નહિ. દબાવો અને બેવડા જોરથી તમારી સામે પાછો આવશે. મેં સાંભળ્યું કે કોઇએ એક જાહેરાત આપી સ્ત્રીઓ માટે, પણ મથાળે 'ફકત પુરૂષો માટે' એમ મૂકયું, અને ખબર એવા મળ્યા કે ઓગણીસ હજાર સ્ત્રીઓ જેઓની નજરમાં આ આવ્યું તેમાંથી અઢાર હજાર નવસો ચોરાણુંએ આ જાહેર ખબર વાંચી, બીજી છ આંધળી હતી.

'હોવા' સાથેનો મુકાબલો

વિચારથી મન ચંચળ થાય તે પહેલાં તેને ઓળખો, જાણો, અથવા બે વિચાર વચ્ચેના અંતરને જાણો. અને, તમે તમારા સ્વરૂપ જોડે એક થઇ જશો. અને આ મેળાપએ ભગવાનનો મેળાપ છે.

ધર્મ-અહીં અને અત્યારે

ધર્મ એ કોઇ ભવિષ્ય માટેનું વચન નથી. એ એક અનુભવ છે- અહીં અને અત્યો. પણ ધર્મગુરૂઓ (પાદરીઓ) મારફત તે ફકત કથનો, વચનો, વિધાનોનો થઇ ગયો છે. પ્રાથમિક સારવારના કલાસની પરીક્ષા વખતે એક સભ્ય જે એક પાદરી પણ હતો તેને પૂછવામાં આવ્યું : જો તમારા જોવામાં કોઇ બેભાન માણસ આવે તો તમે શું કરશો ? ''હું તેને થોડી બ્રાન્ડી આપીશ'' એવો જવાબ આપ્યો. ''અને જો બ્રાન્ડી ન હોય તો ?''

''હું તેને બ્રાન્ડી મેળવી આપવાનું વચન આપીશ'' પાદરીએ પ્રત્યુતર આપ્યો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:54 am IST)
  • લુણાવાડાના ભલાડામ ગામે વીજળી પડતા એક વૃદ્ધનું મોત:પગી અર્જનભાઈ ગલભાઈ ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાથી મોત નીપજ્યું access_time 1:01 am IST

  • ગાંધીનગર:કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરની વધી શકે છે મુશ્કેલી:ખેડૂત આક્રોશ રેલીના દિવસે મહિલા પોલીસ કર્મી સાથે થયેલા ઘર્ષણનો મામલો પહોંચ્યો મહિલા આયોગ :મહિલા પોલીસકર્મીએ આયોગ સમક્ષ કરી રજુઆત:અરજીના આધારે આયોગ કરાવશે તપાસ સચિવાલયના ગેટ નંબર 1 પાસે બની હતી ઘટના access_time 1:10 pm IST

  • રાજકોટ:સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા:ગોંડલના 2 અને રાજકોટના 2 કેસ પોઝિટિવ નોંધાયા: કુલ 21 દર્દી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ: કુલ 36 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા access_time 1:03 am IST