Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ચાર રાજ્યોની ચૂંટણી પહેલા ચૂંટણીપંચ મતદારયાદી ,મતદાનકેન્દ્રો અને ઈવીએમ વ્યવસ્થાનું ઓડિટ કરશે

નવી દિલ્હી :વર્ષના અંતે દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા મુખ્ય ચુંટણી પંચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમ એમ ચારેય રાજ્યોમાં મતદાર યાદીઓનું ઓડિટ કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે આ તમામ રાજ્યોના મુખ્ય ચુંટણી અધિકારીઓને પત્ર લખી જણાવ્યું છે કે જે-તે રાજ્યની મતદાતા યાદીઓ, મતદાન કેન્દ્રો અને ઇવીએમને રાખવા માટેની વ્યવસ્થા અંગેનું વિસ્તૃત ઓડિટ કરવામાં આવે.

   ચૂંટણી પંચે કહ્યું છે કે વ્યવસ્થિત મતદાર શિક્ષણ તેમજ ચૂંટણી ભાગીદારી એટલે કે એસવીઇઇપી અને બુથ સ્તરના અધિકારીઓને ટ્રેનિંગનું પણ ઓડિટ કરવામાં આવશે. ઓડિટ વિભાગની ટીમો જલદી જ આ રાજ્યોની મુલાકાત લેશે. ચૂંટણી પંચ આ ઓડિટ ટીમોની મદદથી મતદાર યાદી તેમજ અન્ય ગતિવિધિઓ માટે ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ દેખરેખ રાખશે. સાથે જ મતદાર યાદીઓની ગુણવત્તામાં સુધારા માટે પણ પગલાં ભરશે.

(8:13 pm IST)