Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ :બિયાસ નદીમાં ઘોડાપુર

નેશનલ હાઇવે પર પૂર્ણ પાણી ફરી વળ્યાં :પર્યટકો ફસાયા :નદી અસપર્સના લોકોને ઘર ખાલી કરવા સૂચના

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. કુલ્લુમાં શનિવાર મોડી રાત્રીથી પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. બિયાસ નદીમાં આવેલા પૂરને કારણે કુલ્લુ તેમજ આસપાસના વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયું છે.

પૂરના પાણી નેશનલ હાઇવે પર પણ ફરી વળ્યા હતા. જેના કારણે કુલ્લુ-મનાલી ફરવા આવતા પર્યટકો ફસાઇ ગયા છે. પૂરની સ્થિતિને જોતા વહીવટીતંત્રએ નદીની આસપાસ રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવાની સૂચના આપી દીધી છે.

બીજી તરફ મનાલીમાં પણ ભારે વરસાદે મુશ્કેલી સર્જી છે. મનાલીમાં સતત વરસાદ ચાલુ રહેતા પાર્કિંગમાં રહેલી અનેક વોલ્વો બસ ફસાઇ ગઇ હતી. તો ચંદીગઢમાં મનાલી નેશનલ હાઇવે એનએચ-3ની નજીક હણોગી માતાના મંદિર સુધી બિયાસ નદીનું પાણી પહોંચી ગયું હતું. જેના કારણે હાઇવેને બંધ કરવાની ફરજ પડી હતી

(8:06 pm IST)