Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

કાર્તિ ચિદમ્બરમ જેવા ધુરંધરે ૧૧ લાખમાં મોઢું નાખેલ!! INX મિડીયા કેસમાં ધડાકો

આઈએનએક્સ મીડિયા મામલે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે કાર્તિ ચિદમ્બરમની કંપનીને FIPBની મંજૂરીનું કામ કરાવવા માટે 11 લાખ 23 હજાર 600 રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. અને આ નાણા 26મી જૂને આપવામાં આવ્યા હતા. આઈએનએક્સના પૂર્વ લિગલ એન્ડ રેગ્યુલેટરી અધિકાર એજય કિશોર શર્માએ જણાવ્યુ હતુ કે, દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, FIPBના કામ માટે નાણાની રકમ આપવામાં આવી હતી. આ પ્રકારના ખુલાસા બાદ પી. ચિદમ્બરમ અને તેમના પૂત્ર કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

(4:31 pm IST)