Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

અસંતોષની અકળામણ :પૂર્વ મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું: જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસમાં ખરાબ વ્યવહાર

સિંધિયા માટે કોંગ્રેસમાં કોઈ જ રસ્તો નથી ;મધ્યપ્રદેશ સરકાર ખોટી નીતિઓના આધારે ચાલે છે

નવી દિલ્હી :કોંગ્રેસમાં અસંતોષ બહાર આવવા લાગ્યો છે મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે કોંગ્રેસમાં કોઈ રસ્તો નથી તેઓ કદ,પદથી રાહુલ ગાંધીથી સમકક્ષ છે સિંધિયા સાથે કૉંગેસમાં ખરાબ વ્યવહાર થઇ રહયો છે

  જ્યોતિરાદિત્ય સિંધિયાને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાવા પર પૂર્વ મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે કોંગ્રેસમાં માત્ર નહેરુ પરિવારને પદ અને નહેરુ પરિવારને સતા મળશે એ નિશ્ચિત છે સિંધિયા માટે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ જ રસ્તો નથી

   પૂર્વ મંત્રીએ એમ પણ કહ્યું કે સિંધિયા રાજનીતિમાં હસ્તક્ષેપ ના કરે એટલા માટે તેને મધ્યપ્રદેશથી હટાવીને બીજા રાજ્યમાં મોકલાયા છે એ તેનું અપમાન છે

   સારંગે કહ્યું કે મધ્યપ્રદેશ સરકાર ખોટી નીતિઓના આધારે ચાલી રહી છે આ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવાવા જાહેરાતો કરે છે અને તેના કર્તવ્ય ભૂલી છે સરકારે વાયદો કર્યો હતો કે આર્થિક નબળા યુગલોને મુખ્યમંત્રી વિવાહ યોજનાં માધ્યમથી 51 હજાર આપશે પરન્તુ હજુ સુધી આ રકમ મળી નથી તે એ કન્યાઓની મુલાકાત કરશે અને તે કન્યાઓ માટે અવાજ ઉઠાવશે

(12:21 pm IST)