Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પી,ચિદમ્બરમની ધરપકડથી પણ પાકિસ્તાન પરેશાન : સંસદમાં રહેમાન મલિકે આર્ટિકલ 370 સાથે જોડી દીધું

રહેમાન મલિકે કહ્યું કાશ્મીરમાં પીએમ મોદીના કામને પડકારતા તેની ધરપકડ કરાઈ : લખી લો ચિદમ્બરમ આગામી પીએમ બનશે

નવી દિલ્હી ;પી,ચિદમ્બરમની ધરપકડથી પણ પાકિસ્તાન પરેશાન થયું છે પાકિસ્તાની સંસદમાં રહેમાન મલિકે તેને લઈને એક નિવેદનમાં કે ભારતના પૂર્વ ગૃહમંત્રી પી,ચિદમ્બરમની ધરપકડને કાશ્મીર સાથે જોડી દીધું હતું

 પાકિસ્તાની સેનેટર રહેમાન મલિકે પી,ચિદમ્બરમની ધરપક્ડનોવિરોધ કરતા કહ્યું કેકાશ્મીરની સ્થિતિને જોઈને પોતાના ગેરકાનૂની કામો માટે પીએમ મોદી વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ તેની ધરપકડ કરાઈ છે તેઓએ કાશ્મીરીઓન પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો તે એક સક્ષમ રાજનેતા છે

  પાક સેનેટર રહેમાન મલિકે કહ્યું કે તેણે પીએમ મોદી વિરુદ્ધ ખોટી રીતે જમ્મુ કાશ્મિરણમાં આર્ટિકલ 370 હટાવાનો વિરોધ કર્યો હતો તેઓએ જમ્મુ કાશ્મીરના સમર્થનમાં આવાજ ઉઠાવ્યો હતો ,,તેમણે એમ ઓપન કહ્યું કે લખી લો ચિદમ્બરમ આગામી પીએમ બનવા જઈ રહ્યાં છે તેઓ એક યોગ્ય રાજનેતા છે 

(12:10 pm IST)