Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

રક્ષા ક્ષેત્રે ભારતની તાકાત સતત વધી રહી છેઃ ભારતને વિશ્વનો કોઈ પણ તાકાતવર દેશ ધમકી ન આપી શકેઃ રક્ષામંત્રી રાજનાથસિંહઃ ભાજપના 303 સાંસદ રાઈફલ '3 નોટ 3' જેટલા તાકાતવરઃ રક્ષામંત્રી રાજનાથસિંહ લખનઉમાં ભાજપના કાર્યકર્તાને અભિનંદન સમારોહમાં સભા સંબોધી હતી

લખનઉ: રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે ભાજપના લોકસભામાં 303 સાંસદોની સરખામણી રાઈફલ '3 નોટ 3' સાથે કરી હતી. રક્ષા ક્ષેત્રે ભારતની તાકાત સતત વધી રહી છે. આજે ભારતને વિશ્વનો કોઈ પણ તાકાતવર દેશ ધમકી ન આપી શકે. રાજનાથ લખનઉમાં ભાજપના કાર્યકર્તાને અભિનંદન સમારોહમાં સંબોધી રહ્યા હતા.

સમારોહમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે, તમારા જેવા કાર્યકર્તાઓએ જ દેશના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. ભાજપે એકલાએ જ માત્ર 303 સીટ જીતી છે અને તમે '3 નોટ 3' (બ્રિટિશ રાઈફલ)ની તાકાત પણ જાણો છો. તેનો અર્થ એ છે કે, ભગવાને આપણને આ સંકેત આપ્યો છે.

કોઈ તાકાતવર દેશ ભારતને ધમકી ન આપી શકે
અહીં તેમણે કહ્યું હતું કે, આજે રોજ ભારતની તાકાત વધી રહી છે. આપણે કોઈ દેશ પર હુમલો કરવા માટે આ તાકાત નથી વધારી રહ્યા. આપણે આપણી તાકાત એટલા માટે વધારી રહ્યા છીએ કારણ કે વિશ્વનો અન્ય કોઈપણ તાકાતવર દેશ ભારતને કોઈ પણ પ્રકારની ધમકી ન આપી શકે. આ ઉપરાંત રાજનાથ સિંહે શુક્રવારે સવારે મેમોરિયલ વોલ જઈ શહિદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

(11:16 am IST)