Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અબુધાબી પહોંચ્યા UAEમાં 'ઓર્ડર ઓફ જાયદ'થી કરાશે સન્માનિત

UAEમાં દ્વિપક્ષીય, ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મામલાની ચર્ચા કરશે : ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન અલ નાહયાન સાથે પણ મુલાકાત કરશે

 

અબુધાબી :વડાપ્રધાન  મોદી પેરીસથી અબુધાબી પહોંચ્યા હતા.  UAEમાં  વડાપ્રધાન મોદીનું સર્વોચ્ચ સમ્માન કરવામાં આવશે. તેમને ઓર્ડર ઓફ ઝાયદથી સમ્માનિત કરવામાં આવશે

 વડાપ્રધાન  મોદી UAEના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેમને અહીં અવોર્ડ આપવામાં આવશે. પ્રવાસ દરમિયાન તેઓ UAEમાં દ્વિપક્ષીય, ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મામલાની ચર્ચા કરશે. તેઓ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન અલ નાહયાન સાથે પણ મુલાકાત કરશે.

પ્રધાનમંત્રી મોદીને UAE માં ત્યાંના સર્વોચ્ય નાગરિક સન્માન ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે. સન્માનની જાહેર UAE એપ્રિલમાં કરી હતી. અને જણાવ્યુ હતું કે મોદિને બંને દેશો વચ્ચે લાંબી મૈત્રી અને સંયુક્ત રણનીતિક સહયોગને વધારવામાં તેમની ભૂમિકા માટે રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયદ અલ નાહયાને સન્માનની જાહેરાત કરી હતી

(12:00 am IST)