Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

આગ્રામાં વિખ્યાત કંપનીના નામે નકલી વસ્તુનું વેચાણ; ટાટા કંપનીના પેકેટમાં સાદું મીઠું વેચવાના ષડ્યંત્રનો પર્દાફાશ

ટાટા સોલ્ટના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે દરોડો ઈરાદાતનગરના મુબારકપુરા ગામમાં દરોડો પાડીને જંગી જથ્થો ઝડપ્યો

 

આગ્રા :સાદું મીઠાને ટાટા કંપનીનું મીઠું બનાવીને વેચાણ થતું હોવાની જાણ થતા ટાટા સોલ્ટ કંપનીના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે ઈરાદાતનગરના મુબારકપુરમાં દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ટાટા સોલ્ટના તપાસનીશ ઓફિસર અને સ્થાનિક પોલીસને જંગી જથ્થામાં સાદા મીઠા સાથે ટાટા કંપનીના નામની પોલીથીન અને પેકેજીંગ મટીરીયલ જપ્ત કર્યું હતું

  ટાટા સોલ્ટના અધિકારીઓની ફરિયાદ પરથી સ્થાનિક પોલીસેઆ સમગ્ર કૌંભાડ ચલાવતા શખ્સોને ઝડપી લાઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

  ટાટા સોલ્ટના તપાસનીશ અધિકારીએ જણાવ્યું કે લાંબા સમયથી ફરિયાદ મળતી હતી કંપનીની ઈમેજ પર સવાલ ઉઠતા હતા સમગ્ર મામલે તાપસ કરતા નકલી મીઠાના તાર આગ્રાઆમ હોવાનું ખુલ્યું હતું,કંપનીની ઈમેજ ખરાબ કરવા ટાટા સોલ્ટ કમ્પનીની પોલીથીન છાપીને તેમાં સાદું મીઠું ભરીને વેંચતા હતા

   બજારમાં મીઠાની સપ્લાયની રેકી કરાઈ હતી લાંબા સમય બાદ બાતમી મળેલ કે ઈરાદાતનગરના મુબારકપુરા ગામમાં એક મીઠાની ગેરકાયદે વેપાર થઇ રહયો છે અને મીઠું ટાટા સોલ્ટ કંપનીના નામે વેચાઈ છે

જાણકારી મળતા પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો અને સમગ્ર ઓપરેશનનને અંજામ આપ્યો હતો દરોડા દરમિયાન 120 કિલો સાદું મીઠું,ટાટા સોલ્ટ કંપનીની છાપેલ પેકેજીંગ પોલીથીન અને પેકેજીંગ મશીન અને અન્ય સમાન જપ્ત કર્યો હતો

(12:57 am IST)