Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

યુ.એસ.માં શ્રી મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આવતીકાલ ૨૪ ઓગસ્ટ શનિવારે ''શ્રીકૃષ્ણ જન્માષ્ટમી'' મહોત્સવઃ ૨૫ ઓગ.ના રોજ નંદ મહોત્સવ નિમિતે પૂજ્ય સ્વામી નલિનાનંદ ગિરિજીના ભજન, કિર્તન તથા પ્રવચનનું આયોજનઃ ૨ સપ્ટેં.થી ૧૨ સપ્ટેં ૨૦૧૯ દરમિયાન ''ગણેશ ઉત્સવ ઉજવાશે

મેરીલેન્ડઃ અમેરિકામાં શ્રી મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે આવતીકાલ ૨૪ ઓગસ્ટ શનિવારના રોજ ''શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશે તથા ૨૫ ઓગસ્ટ રવિવારે નંદ મહોત્સવ ઉજવાશે. ૨૬ ઓગસ્ટ સોમવારે પવિત્ર શ્રાવણ માસનો સોમવાર છે. આગામી ૨ સપ્ટેં થી ૧૨ સપ્ટેં.૨૦૧૯ દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી કરાશે.

આવતીકાલે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી અંતર્ગત રાત્રે ૯ વાગ્યાથી ૧૦-૧૫ વાગ્યા દરમિયાન સુશ્રી ગોપીબેન કટવાલના ભજન, રાત્રિના ૧૦-૧૫ થી ૧૦-૩૦ દરમિયાન બાલગોકુલના બાળકોનું પર્ફોર્મન્સ, તથા ૧૦-૩૦ થી ૧૨ વાગ્યા દરમિયાન શ્રી મોતીભાઇ પટેલના ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.

રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ ઉજવાશે.

૨૫ ઓગ.રવિવારે નંદ મહોત્સવની ઉજવણી અંતર્ગત સાંજે ૫-૩૦ થી ૭-૩૦ વાગ્યા દરમિયાન પૂજય સ્વામી નલિનાનંદ ગિરિજી મહારાજના ભજન, કિર્તન, તથા પ્રવચનનું આયોજન કરેલ છે. જે ગઝલ તથા હિંડોળા દ્વારા ઉજવાશે.

૨૬ ઓગસ્ટના રોજ પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિતે સાંજે ૫-૩૦ થી ૭ વાગ્યા દરમિયાન મોતીકાકા ગૃપના ભજનનું આયોજન કરાયું છે. અભિષેક સવારે ૮ વાગ્યે મંદિર ખુલે ત્યારથી બપોર સુધી અને બાદમાં બપોરે ૪ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા દરમિયાન થઇ શકશે. વચ્ચે બપોરે તથા સાંજે ૭ વાગ્યે આરતી દરમિયાન અભિષેક થઇ શકશે નહીં.

વિશેષ માહિતી shrimangalmandir@gmail.com દ્વારા મળી શકશે.

      ર સપ્ટેં.થી ૧૨ સપ્ટેં.૨૦૧૯ દરમિયાન ઉજવાનારા ગણેશ ઉત્સવ દરમિયાન ર સપ્ટેં.ના રોજ ગણેશ સ્થાળના થશે તથા સાંજે ૫-૩૦ કલાકે ગણેશ પૂજા કરાશે. સાંજે ૭ વાગ્યે આરતી થશે. મુખ્ય ૫ જવાન માટે ૨૫૧ ડોલર ડોનેશન રાખેલક છે. ૩ સપ્ટેં.થી ૧૧ સપ્ટેં.દરમિયાન ગણેશ પૂજાનો સમય સાંજે ૬-૪૫ વાગ્યે આરતી બાદ ૭ વાગ્યાથી ૮ વાગ્યાનો રહેશે. જે માટે પજમાન બનવા ૧૦૧ ડોલર ડોનેશન રાખેલ છે.

૧૨ સપ્ટેં.ના રોજ ગણેશ વિસર્જન કરાશે. જે અંતર્ગત સાંજે ૫-૩૦ કલાકે ગણેશ પૂજા બાદ ૬-૪૫ કલાકે ગણેશ વિસર્જન કરાશે. સાંજે ૭ કલાકે આરતી થશે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. મુખ્ય યજમાન માટે ૨૫૧ ડોલર ડોનેશન નક્કી કરાયું છે.

વિશેષ માહિતી ડો.કિરણ પરીખ (૪૪૩)૫૬૨-૧૫૬૨, શ્રી ઇશ્વરભાઇ પટેલ (૪૪૩)૬૯૪-૩૫૪૧, મંદિરના પૂજારી શ્રી ચંદુભાઇ ચોઉ તથા શ્રી નટુભાઇ દવેના કોન્ટેક નં.(૩૦૧)૪૨૧-૦૯૮૫ દ્વારા મળી શકશે. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:57 pm IST)