Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

લંડનમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીના ઉપક્રમે આવતીકાલ ૨૪ ઓગસ્ટના રોજ ''ગ્રાન્ડ પરેડ'': ડાન્સર્સ, મ્યુઝીશીઅન્શ, તથા શણગારેલા ફલોટસ સાથે રસ્તામાં દરેક પોઇન્ટ ઉપર પૂજય આચાર્ય સ્વામીશ્રીના દર્શનનો લહાવો

લંડનઃ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીના ઉપક્રમે પાંચમા પાટોત્સવની ઉજવણી પ્રસંગે આવતીકાલ ૨૪ ઓગસ્ટ શનિવારના રોજ ''ગ્રાન્ડ પરેડ''નું આયોજન કરાયું છે.

કેન્ટોન મુકામે આવેલી સેન્ટ લ્યુક હોસ્પિટલેથી બપોરે ૩-૩૦ કલાકે શરૂ થનારી પરેડમાં ડાન્સર્સ, મ્યુઝીશીઅન્શન તથા શણગારેલા ફલોટસ જોવાનો લહાવો મળશે પરેડ પાસ્ટ કિંગ્સબરી રોડ ઉપર થઇને શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી મુકામે પૂર્ણ થશે. રસ્તામાં દરેક પોઇન્ટ ઉપર પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના દર્શનનો લાભ મળશે. આ પરેડ તથા ઉત્સવમાં આપ પણ શામેલ થઇ શકો છો. જે માટે @sgadiLondon અથવા #kingsburyMandir દ્વારા સંપર્ક સાધી શકો  છો.

મંદિરનું એડ્રેસ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી,૨ાા, કિંગ્સબરી રોડ, લંડન યુ.કે. છે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:55 pm IST)