Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

અમેરિકાના હયુસ્ટનમાં ૨૨ સપ્ટેં.૨૦૧૯ના રોજ નવા વિક્રમનું સર્જન થશેઃ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગમન સમયે ૫૦ હજાર ઉપરાંત પ્રજાજનો ભેગા થઇ જશેઃ ''હાઉડી મોદી'' પ્રોગ્રામ અંતર્ગત શ્રી નરેન્દ્ર મોદીને આવકારવા થનગની રહેલા કોમ્યુનીટી મેમ્બર્સ ઉપરાંત અમેરિકન અગ્રણીઓ

હયુસ્ટનઃ અમેરિકાના ટેકસાસમાં રર સપ્ટેં ૨૦૧૯ રવિવારના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા સ્થાનિક ભારતીયોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે.

હયુસ્ટનના NRG સ્ટેડિયમમાં યોજાનારા ''હાઉડી મોદી' કાર્યક્રમમાં ૫૦ હજાર ઉપરાંત લોકો ઉમટી પડવાની ધારણાં છે. જે પૈકી ૩૯ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવી પણ લીધું છે આ પ્રોગ્રામમાં આવવા ઇચ્છુકોને www.howdymodi.org દ્વારા વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

આ તકે ટેકસાસ ઇન્ડિયા ફોરમના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. બાદમાં શ્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન થશે. ઉદબોધનનું અંગ્રેજી ટ્રાન્સલેશન સ્થળ ઉપર જ સ્માર્ટ ફોન દ્વારા સાંભળી શકાશે. કાર્યક્રમમાં હાજર થવા માટે સવારે ૭-૩૦ કલાકે દરવાજા ખુલ્લા મુકાશે બાદમાં ૧૦ વાગ્યે કાર્યક્રમ શરૃ થશે આગંતુકોને સ્થળ ઉપર લાવવા લઇ જવા ૩૦૦ જેટલી બસની વ્યવસ્થાનું આયોજન થઇ રહ્યું છે. જેના પાર્કિગ માટેની વ્યવસ્થા ટુંક સમયમાં જાહેર કરાશે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના વડાપ્રધાનને આવકારવા હયુસ્ટન મેયર પણ થનગની રહ્યા છે ૩૯ હજાર જેટલા લોકોનું રજીસ્ટ્રેશન બે સપ્તાહમાં જ થઇ ચૂકયું છે. કાર્યક્રમમાં એક હજાર વોલન્ટીઅર્સ તથા ૬૫૦ વેલકમ પાર્ટનર્સ સેવાઓ આપશે. કાર્યક્રમને અમેરિકાના તમામ ઓર્ગેનાઇઝેશન્શ તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે. જેઓએ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન મારફત રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ 'બ્રિંગ એ ફ્રેન્ડ' વિકલ્પ મારફત ૪ નોન ઇન્ડિયન ફ્રેન્ડસને આમંત્રિત કરી શકશે. તેવું હાઉડી મોદી પ્રોગ્રામના કન્વીનર શ્રી જુગલ માલાણીએ જણાવ્યું છે. વિશેષ માહિતી ટેકસાસ ઇન્ડિયા ફોરમ ૧૨૬૦૦ કાર્ડિનલ મિડો,સુગર લેન્ડ ટેકસાસ પરથી અથવા www.howdymodi.org દ્વારા મળી શકાશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત કાર્યક્રમ  વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વડાપ્રધાનના આગમન પ્રસંગે સૌથી વધુ ઇન્ડિયન અમેરિકનોને ભેગા કરનારો રેકોર્ડ બ્રેક કાર્યક્રમ બની રહેશે. જેમાં સ્થાનિક ભારતીયો ઉપરાંત યુ.એસ. સેનેટ તથા કોંગ્રેસ મેમ્બર્સ, સ્ટેટ ગવર્નર્સ, મેયર્સ, ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડના બિઝનેસ લીડર્સ, ઇનોવેટર્સ, સાયન્ટીસ્ટસ, એકેડેમિઆ તેમજ તમામ વર્ગના પ્રજાજનોને આવરી લેનારો બની રહેશે.

(8:21 pm IST)