Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ભારતીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું

ભારત નવા સફર ઉપર નિકળી ચુક્યું છે

નવીદિલ્હી, તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ફ્રાંસ પ્રવાસના આજે બીજા દિવસે ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી અને મોદી ભારતીયોમાં છવાઈ ગયા હતા. ચારેબાજુ મોદીની ગુંજ જોવા મળી હતી. ફ્રાંસમાં પણ હવે મોદી મોદી થઇ ગયા છે. મોદી મોદી અને ભારત માતા કી જયના નારા વચ્ચે મોદીએ કહ્યું હતું કે, ભારત અને ફ્રાંસ એકસમાન વિચારધારા ધરાવે છે. મોદીએ ભારતીયોને સંબોધન વેળા શું કહ્યું તે નીચે મુજબ છે.

*   ભારતમાં હવે ટેમ્પરરી કંઈ નથી. જે પણ ટેમ્પરરી હતા તેને દૂર કરી ચુક્યા છે

*   છેલ્લા ૭૦ વર્ષથી જે ઉલ્લેખ હતો તેને અમે દૂર કરી ચુક્યા છે

*   નવા ભારતમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, ભાઈ-ભત્રીજાવાદ, જનતાના પૈસાની લૂંટ કરનાર અને આતંકવાદ ઉપર જે રીતે કાર્યવાહી થઇ રહી છે તેવી કાર્યવાહી ક્યારે પણ થઇ નથી

*   ભારતમાં રોકાઈ જવા અને અને આરામ કરવામાં લોકો માનતા નથી

*   નવી સરકારના ૭૫ દિવસના ગાળામાં જ અનેક ઐતિહાસિક અને કઠોર પગલા લેવાયા છે

*   જળશક્તિ માટે એક નવા મંત્રાલયની રચના થઇ ચુકી છે

*   ગરીબ ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શનની સુવિધાનો નિર્ણય કરાયો છે

*   ત્રિપલ તલાક એક અમાનવીય પ્રવૃત્તિ, નારીના સન્માન અને તેના ઉપર જીવનભર ત્રિપલ તલાકની તલવાર તરીકે હતી પરંતુ અમે આને દૂર કરી ચુક્યા છે

*   સંસદના વર્તમાન સત્રમાં જે કામ થયું છે તેવું કામ અગાઉ ક્યારે પણ થયું નથી

*   મોદી હૈ તો મુમકીનના નારા વચ્ચે મોદીએ કહ્યું હતું કે, સવા સો કરોડ લોકોએ જે તક આપી તેના કારણે આ બાબત શક્ય બની

*   ભારત અને ફ્રાંસ વચ્ચેના સંબંધો ખુબ જુના રહેલા છે

*   ફ્રાંસની ભૂમિ પર અમારા ૯૦૦૦ ભારતીય સૈનિકો શહીદ થયા છે. આ બાબતને ક્યારે ભુલી શકીએ નહીં

*   અમે પડકારોનો સામનો વાતોથી નહીં બલ્કે નક્કર કાર્યવાહીથી કરીએ છીએ

*   ભારત અને ફ્રાંસ ક્લાઇમેન્ટ ચેંજના મુદ્દા પર પણ અસરકારક કામગીરી કરી રહ્યા છે

*   ફ્રાંસ અને ભારતે મળીને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ઉપર કામ કર્યું છે

*   ફ્રાંસ અને ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ સાથે આગળ વધી રહ્યું છે

(12:00 am IST)