Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ફિસ્ક્ડ ડિપોઝિટો ઉપર વ્યાજદરમાં કાપ મુકાયો

એસબીઆઈ દ્વારા કાપ મુકાયો

મુંબઈ, તા. ૨૩ : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ જુદી જુદી પાકતી મુદ્દત માટે ફિસ્ક્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં ૦.૫ ટકાનો ઘટાડો કરી દીધો છે. સરપ્લસ લિક્વિડીટી અને ઘટતા જતા વ્યાજદરમાં ચિત્ર વચ્ચે એસબીઆઈએ ટર્મ ડિપોઝિટ પર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. નવી વ્યવસ્થા ૨૬મી ઓગસ્ટથી અમલી કરવામાં આવશે. આ હિલચાલથી ફિસ્કડ ડિપોઝિટ પર વ્યાજદર ઘટી ગયા છે. એસબીઆઈએ ફિસ્ક્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ અન્ય બેંકો પણ ઘટાડો કરી શકે છે. બેંકે રિટેલ ટર્મ ડિપોઝિટ રેટમાં ૧૦-૫૦ બેઝિક પોઇન્ટ સુધીનો પણ ઘટાડો કર્યો છે. સાતથી ૪૫ દિવસની પાકતી મુદ્દત સાથે ફિસ્ક્ડ ડિપોઝિટ માટે વ્યાજદર ૫ ટકાથી ઘટાડીને ૪.૫ ટકા કરાયો છે.

(9:20 am IST)