Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કેરળમાં મુસ્લિમો તથા ખ્રિસ્તીઓ હવે લઘુમતી કોમ નથી : તેઓની વસતિ 50 ટકા ઉપર થઇ ગઈ છે : આ બંને કોમ હવે આર્થિક કે શૈક્ષિણક રીતે પછાત પણ નથી : રાજ્યમાં ચોક્કસ ધર્મ કે નાત જાતના આધારે અપાઈ રહેલી અનામત અંગે ફેર વિચારણા કરવા કેરળ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

કેરળ : કેરળમાં મુસ્લિમો તથા ખ્રિસ્તીઓ હવે લઘુમતી કોમ નથી .રાજ્યમાં તેઓની વસતિ 50 ટકા ઉપર થઇ ગઈ છે . આ બંને કોમ હવે આર્થિક કે શૈક્ષિણક રીતે પછાત પણ નથી . એટલું જ નહીં  તેમણે હિંદુઓને શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પાછળ રાખી દીધા છે. તેથી રાજ્યમાં ચોક્કસ ધર્મ કે નાત જાતના આધારે અપાઈ રહેલી અનામત અંગે ફેર વિચારણા કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારને અનુરોધ કરવા કેરળ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. જેનો ચુકાદો નામદાર કોર્ટે અનામત રાખ્યો છે.

સિટીઝન્સ એસોસિએશન ફોર ડેમોક્રેસી, ઇક્વાલિટી, ટ્રંકવોલિટી , એન્ડ સેક્યુલારિઝમ (CADETS) દ્વારા દાખલ કરવામાં આવેલી આ જાહેર હિતની અરજીમાં જણાવાયું છે કે આ અરજી કરવામાં તેઓનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી.

અરજીમાં વિશેષમાં જણાવાયા મુજબ રાજ્ય સરકારમાં આ બાબતે ફેર વિચારણા કરવાની હિંમત નથી. તેથી તેઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:48 pm IST)