Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોર્ન ફિલ્મના કેસમાં હવે ઇડી પણ ઝંપલાવશે ? : રાજ કુંદ્રાની કમાણીનો કરાશે સંપૂર્ણ હિસાબ

રાજ કુંદ્રાને FEMA હેઠળ નોટિસ અથવા સમન મોકલી શકાય: શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઇ શકે

મુંબઈ :હવે પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં પ્રવર્તન નિર્દેશાલયની એન્ટ્રી થઈ શકે છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજ કુન્દ્રાની ધરપકડ બાદ આવા કેટલાક પુરાવા સામે આવ્યા છે, જેના આધારે હવે ED આ કેસની તપાસ પોતાના હાથમાં લઈ શકે છે

  ઈડીના સૂત્રો જણાવી રહ્યા છે કે કોઈ પણ સમયે આ તપાસ એજન્સી મુંબઈ પોલીસને પોર્ન પ્રકરણથી સંબંધિત FIRની નકલ માંગી શકે છે. એફઆઈઆરની નકલ મળતાની સાથે જ ઈડી દ્વારા ટૂંક સમયમાં કેસ નોંધવામાં આવી શકે છે.

ઈડી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રાને વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ હેઠળ નોટિસ અથવા સમન મોકલી શકાય છે, આ કિસ્સામાં કંપનીના અન્ય ડાયરેક્ટરની પણ તપાસ અને પૂછપરછ પણ શક્ય છે. આ આધારે સંભાવના છે કે ED હવે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરશે

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મોનું રેકેટ ચલાવવાનો આરોપ છે. આ કામમાં ભારત અને બ્રિટનમાં પૈસાની લેવડદેવડ થતી હતી. એવી આશંકા છે કે પોનોગ્રાફી દ્વારા કમાયેલા પૈસાનો ઓનલાઈન બેટિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારણોસર રાજ કુન્દ્રાના યસ બેંક ખાતા અને યુનાઈટેડ બેંક ખાતાની તપાસ કરવામાં આવી રહી છે. ED આ અનુક્રમમાં FEMA કાયદા હેઠળ તપાસ કરશે.

પોર્ન ફિલ્મ્સ અને પોર્ન એપ્સ મામલામાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ હંગામો મચ્યો હતો. આ પ્રકરણમાં હવે તેમની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોલીસના રડાર હેઠળ આવી છે. મુંબઈ પોલીસે શુક્રવારે સાંજે શિલ્પા શેટ્ટીના જુહુના બંગલામાં તેમને રાજ કુંદ્રા સાથે રૂબરૂ બેસાડીને 6 કલાક સુધી પૂછપરછ કરી હતી.

 ક્રાઈમ બ્રાંચ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે પોર્નોગ્રાફીથી કમાયેલા પૈસા શિલ્પા શેટ્ટીના ખાતામાં ગયા છે? આ જાણવા માટે હવે રાજ કુન્દ્રા જ નહીં પરંતુ શિલ્પા શેટ્ટીના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. તેમજ ક્રાઈમ બ્રાંચ એ જાણવાનો પ્રયત્ન કરશે કે રાજ કુંદ્રા સાથેના તેના કયા પ્રોજેક્ટમાં શિલ્પા શેટ્ટીની ભાગીદારી છે? ED આ તપાસ સાથે જોડાયેલી માહિતીની રાહ જોઈ રહ્યું છે.

(7:49 pm IST)